પ્રેમિકાના કેહવાથી 11 વર્ષના માસુમની કરી હત્યા
ઉત્તર પ્રદેશ ના ચંદોલી જીલ્લામાં હત્યાનો એક ખોફનાક મામલો સામે આવ્યો છે. અહી એક યુવકે પોતાની પ્રેમિકા માટે પોતાના નાના ભાઈને મારી નાખ્યો. પોલીસના કેહવા અનુસાર નાના ભાઈનો સંપતિમાં હિસ્સો હોવાના કારણે પ્રેમિકા ચાહતી હતી કે નાના ભાઈને મારી નાખવામાં આવે જેથી બધી જ સંપતિ મોટા ભાઈને મળી શકે.
તમને જાણીને નવાઈ લાગશે કે નાનો ભાઈ લાલુ જેની ઉમર ખાલી 11 જ વર્ષ હતી અને તે ચોથા ક્લાસમાં ભણતો હતો. જયારે તે સાંજે 5 વાગ્યા સુધી ઘરે ના આવ્યો ત્યારે પરિવારના લોકોએ પોલીસમાં કેસ નોધાવ્યો. પોલીસ લાલુને શોધવામાં લાગી ગઈ પરંતુ પોલીસને આ માસુમની બોડી ખેતરમાં મળી. પૂછતાછમાં પોલીસને મોટા દીકરા સંદીપ પર શંકા ગઈ.

પૂછતાછ માં સંદીપે પોતાનો ગુનાહ કબુલ કરી લિધો અને કહ્યું કે જે છોકરી સાથે તે લગ્ન કરવા માંગતો હતો તે છોકરીની ઈચ્છા હતી કે ખેતરમાં હિસ્સેદાર નાના ભાઈની હત્યા કર્યા બાદ જ તેની સાથે લગ્ન કરશે. સંદીપે ચોકલેટના બહાને લાલુને ખેતરમાં બોલાવ્યો અને બાદમાં તેનું ગળું દબાવીને તેને મારી નાખ્યો.












Click it and Unblock the Notifications
