Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મમ્મીને ફરાવવા માટે નોકરી છોડી, સ્કૂટરથી 48100 કિમીનો સફર ખેડ્યો

મમ્મીને ફરાવવા માટે નોકરી છોડી, સ્કૂટરથી 48100 કિમીનો સફર ખેડ્યો

નવી દિલ્હીઃ તમે શ્રાવણની વાર્તા તો સાંભળી જ હશે જે પોતાના મા-બાપને તીર્થયાત્રા પર લઈ જાય છે, જે ઘણી પ્રેરણાદાયક છે. પરંતુ મૈસૂરમાં પણ એક વ્યક્તિ પોતાની 70 વર્ષની માતાને સ્કૂટર પર તીર્થયાત્રા કરાવી રહ્યો છે. અત્યાર સુધી તેમણે 48100 કિમીનો સફર સ્કૂટર પર તીર્થયાત્રા કરાવી રહ્યો છે. અત્યાર સુધી તેમણે 48100 કિમીનો સફર ખેડી લીધો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. ખુદ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ તેમના ફેન થઈ ગયા છે. આનંદ મહિન્દ્રાએ ડી કૃષ્ણ કુમારની આ અદ્ભુત યાત્રા ટ્વીટ દ્વારા શેર કર્યો છે. આ અદ્ભુત યાત્રાની કહાનીને સૌથી પહેલા નંદી ફાઉન્ડેશનના સીઈઓ મનોજ કુમારે શેર કર્યો હતો.

હંપી ફરવા માંગતી હતી માતા

હંપી ફરવા માંગતી હતી માતા

જે વીડિયો શેર કરવાાં આવ્યો છે તે મુજબ કૃષ્ણ કુમારે પોતાની માતા સાથે યાત્રા કરવા માટે પોતાની નોકરી છોડી દીધી. જ્યારે 20 વર્ષ જૂની બજાજ ચેતક સ્કૂટર પર પોતાની માને લઈને નિકળી પડ્યો. જણાવી દઈએ કે કૃષ્ણ કુમારની મા ચૂંડારત્ના કર્ણાટકના મૈસૂરમાં એકલી જ રહેતી હતી અને તેમણે પોતાના દીકરાને કહ્યું કે તે હંપી જોવા માંગે છે. કુમાર જણાવે છે કે સંયુક્ત પરિવારમાં મારા પિતાના નિધન પહેલા મારી મા રસોડામાં જ વ્યસ્ત રહેતી હતી. મેં ફેસલો કર્યો કે મારી માને પણ સારો સમય વિતાવવાનો હક છે, જેવી રીતે ત્યાગપૂર્ણ જીવન તેમણે વ્યક્તિત કર્યું, તેમનો હક છે કે તે પણ સારો સમય વિતાવે.

નોકરી છોડી માતાને ફરાવવા નિકળ્યો

નોકરી છોડી માતાને ફરાવવા નિકળ્યો

જે બાદ કુમારે ફેસલો લીધો કે તે પોતાની માને ફરવા લઈ જશે. દિલચસ્પ વાત એ છે કે કુમારની મા અગાઉ ક્યારેય પોતાના શહેરથી બહાર નહોતી ગઈ. ઓરિસ્સા પોસ્ટ મુજબ કુમાર સાત મહિનાથી સફર કરી રહી છે, તે પોતાની મા સાથે સ્કૂટર પર સફર કરે છે. તેણે પોતાની નોકરી છોડી દીધી. પાછલા વર્ષે જાન્યુઆરીમાં તેમણે પોતાની માતાને ફરાવવા માટે નોકરી છોડી દીધી, જે બાદ બંનેએ દેશના કેટલાય પવિત્ર સ્થળોની યાત્રા કરી. આ દરમિયાન કુમાર પોતાની માતા સાથે હોટલને બદલે મઠમાં રોકાતો હતો અને યાત્રા દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓ લઈને જ નિકળ્યા છે.

આનંદ મહિન્દ્રા કાર આપશે

આનંદ મહિન્દ્રા કાર આપશે

કુમાર અને તેની માની આ પ્રેરક કહાની એ સમયે લોકો સામે આવી જ્યારે આનંદ મહિન્દ્રાએ આને સોશિયલ મીડિયા પર શેર કર્યો. આનંદ મહિન્દ્રાએ કુમારની કહાનીને શેર કરતા તેમને એક કાર ગિફ્ટ કરવાની વાત કહી છે. આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરી લખ્યું કે આ સુંદર કહાની છે. આ કહાની ન માત્ર માના પ્રેમ બલકે દેશના પ્રેમનો પણ છે, આ શેર કરવા માટે આભાર મનોજ. જો તમે તેમનો સંપર્ક કરી શકો તો હું વ્યક્તિગત રૂપે તેમને મહિન્દ્રાની કેયૂવી 100 એનએક્સટી કાર ભેટ આપવા માંગું છું જેથી તે પોતાની માતા સાથે આગામી યાત્રા કારમાં કરી શકે.

આનંદ મહિન્દ્રાના વખાણ થઈ રહ્યાં છે

આનંદ મહિન્દ્રાના ટ્વીટની સોશિયલ મીડિયા પર સૌકોઈ વખાણ કરી રહ્યાં છે. અત્યાર સુધી તેમની પોસ્ટને 4000થી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રા હંમેશા પ્રેરણાદાયક વાર્તાઓને સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે અને લોકોની મદદ કરવાની પણ કોશિશ કરે છે, જેના કારણે લોકો તેમના વખાણ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X