પતિએ પત્નીને જુગારમાં દાવ પર લગાવી ને હારી ગયો

girl
ગાજિયાબાદ, 4 ડિસેમ્બરઃ ભારતની રાજધાની દિલ્હી નજીક આવેલા ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં એક વ્યક્તિએ પૈસા માટે પોતાની પત્નીને જુગારમાં દાવ પર લગાવી દીધી અને હારી પણ ગયો. પત્નીએ વાતની ખબર ત્યારે પડી જ્યારે જુગારમાં જીતનાર વ્યક્તિ પોતાના સાથીઓ સાથે તેને પોતાની સાથે લઇ જવા માટે આવ્યો. જોકે, પાડોસીઓએ આ મામલે મહિલાઓની મદદથી તેને એ લોકોની ચુંગલમાંથી છોડાવી પીયરમાં મોકલી દીધી છે. પીડિત મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે, મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી અનુસાર પતિ વ્યવસાયે મોટરમેકેનિક છે.

જાણવા મળેલી માહિતી અનુસાર ગાજિયાબાદા ગામ જમશેદપુરની યુવતી સીમા(નામ બદલ્યું છે)ના લગ્ન ફેબ્રુઆરીમાં ગાજિયાબાદના જ નહેરુનગરમાં રહેતા ચિંકુ સાથે થયા હતા. લગ્નના થોડાક મહિના સુધી બધુ વ્યવસ્થિત ચાલતું હતું પરંતુ ધીરે-ધીરે ચિંકુનો સાચો ચહેરો સામે આવી ગયો. તે પત્ની પર પોતાના બનેવી સાથે સંબંધ બાંઘવા પર દબાણ કરવા લાગ્યો. પતિના મોઢેથી આ વાત સાંભળીને સીમા ચોંકી ગઇ. તેણે વિરોધ કર્યો તો ચિંકુએ તેની સાથે મારપીટ કરી અન સંબંધ નહીં બાંધે તો ઘરેથી કાઢી મુકવાની ધમકી આપી હતી.

10 દિવસ પૂર્વે ચિંકુએ પોતાની તમામ મર્યાદા તોડી નાંખી. મિત્રો સાથે જુગાર રમતી વખતે તેણે સીમાને પણ દાવમાં લગાવી દીધી અને તેને હારી ગયો. જુગારમાં સીમાને જીત્યા બાદ એ વ્યક્તિ જ્યારે તેને લેવા માટે આવ્યો ત્યારે આખો મામલો સામે આવ્યો. સીમાની બુમો સાંભળીને પાડોસીએ એકઠાં થઇ ગયા અને એ વ્યક્તિની ચુંગલમાંથી તેને છોડાવી.

આ અંગે પોલીસે જણાવ્યું છે કે સીમાએ ફરિયાદ નોંધાવી છે. મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને દોષી પુરવાર થતાં તેના પર કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે કહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X