દારૂની 'દિવાનગી'માં અંધ પતિએ વેંચી પત્ની

આ ઘટના મુંબઇથી 625 કિમી દૂર અકોલા વિસ્તારમાં જૂન મહિનામાં બની છે. પોલીસે જણાવ્યું છે કે, વિદર્ભના રહેવાસી પુંડલિક ચૌહાણે પોતાની પત્ની સંગીતાને મધ્યપ્રદેશના નિવાસી પોતાની મિત્ર ગણે વલોડેને વેંચી હતી. સંગીતાની બહેને 12 જુલાઇએ પોતાના જીજાજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, ત્યારબાદ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.
સંગીતાએ જો કે પોલીસને જણાવ્યું કે, વલોડે સાથે તેના સંબંધો હતા, તેના પતિએ તેને વલોડેને વેંચી નાંખ્યા બાદ તેણે વલોડે સાથે વિધિવત રીતે લગ્ન કરી લીધા છે. પોલીસે વલોડેની પણ ધરપકડ કરી છે. બન્ને મિત્રોને 15 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
