ફિલ્મ સિટી પાસે શૂટઆઉટમાં બિગ બીનો આબાદ બચાવ
મુંબઇ, 22 મે: માયાનગરી મુંબઇમાં શૂટઆઉટ થયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જે સ્થળે શૂટઆઉટ થયું છે ત્યાં માત્ર 20 ફૂટના અંતર પર હાજર હતા બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન. આ ગેંગવોરમાં એક વ્યક્તિના મોતના પણ સમાચાર છે.

The 1873 - Okay !! Shooting at Film City .. and a gang war shootout 20 feet from where we are ... !!1 dead .. cops all over ..
— Amitabh Bachchan (@SrBachchan) May 22, 2015 જે સમયે ગોળીબાળ થયો ત્યારે અમિતાભ બચ્ચન ઘટનાસ્થળથી લગભગ 20 ફૂટના અંતરે શૂટિંગ કરી રહ્યા હતા. ઘટના બાદ અમિતાભ બચ્ચનને ટ્વીટ પણ કર્યું છે અને જાણકારી આપી છે કે એક વ્યક્તિનું મોત થયું છે. ફાયરિંગ બાદ લોકોએ બદમાશોનો પીછો કરવાની કોશિશ કરી પરંતુ તેઓ પકડમાં આવ્યા નહીં.
બાદમાં અમિતાભ બચ્ચને એક કલાક બાદ ફરી ટ્વિટ કરીને માહિતી આપી હતી કે તે વ્યક્તિનું મોત નથી થયું તે ગંભીર રીતે ઘાયલ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
T 1873 - Correction : in gang shoot out where I was shooting in Film City person shot at is NOT dead . He has been taken to hospital ..
— Amitabh Bachchan (@SrBachchan) May 22, 2015 











Click it and Unblock the Notifications
