Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધર્મ નહીં બદલનાર પત્નીને મારી 100 વાર બ્લેડ

blade
મુંબઇ, 14 જુલાઇઃ મુંબઇમાં એક વ્યક્તિએ પોતાની પત્ની પર એટલાં અત્યાચાર કર્યા કે તેને સાંભળીને તમારા રુંવાટા ઉભા થઇ જશે. તેણે પોતાની એક મિત્ર સાથે લગ્ન કર્યા પછી, તેને ધર્મ બદલવા માટે ત્રાસ આપ્યો. તેના ત્રાસથી કાંટળીને યુવતીએ છૂટાછેડા લઇ લીધા અને અલગ રહેવા લાગી. આ વ્યક્તિએ બદલો લેવા માટે એક દિવસ પહેલા તેનું અપહરણ કર્યું. આરોપ છે કે આ વ્યક્તિએ મહિલાના શરીર પર બ્લેડથી 100થી વધુ વાર હુમલો કર્યો છે. 23 વર્ષની આ વ્યક્તિ પર અનેક અપરાધિક મામલા દાખલ છે.

પોલીસનું કહેવું છે કે 21 વર્ષીય પીડિતા ગત અઠવાડિયે જેમ-તેમ કરીને આ અપરાધીના ચંગુલમાંથી છૂટવામાં સફળ રહી અને તેણે મુલુંડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ઉસ્મા અકબર બાદશાહ ઉર્ફે પાશાની આઇપીસીની અનેક કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાશાએ સ્વિકાર કર્યો છેકે તેના પિતા 1993 મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી રહ્યાં છે અને તેના પર 16 અપરાધિક મામલા દાખલ છે. પોલીસ અનુસાર, પાશા સેવરીના આદમજી જિવાજી ચોલમાં રહે છે, જ્યારે પીડિતા ઉપનગરી વિસ્તાર મુલુંડમાં રહે છે.

પાશાએ ચાલું વર્ષે જ ફેબ્રુઆરીમાં પોતાને એક વ્યવસાયિક બતાવી યુવતી સાથે મિત્રતા કરી અને બાદમાં બાંદ્રા પરિવાર અદાલતમાં બન્નેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ પાશા યુવતી પર ધર્મ બદલવા માટે દબાણ કરી તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા, તેને ત્રાસ આપવા લાગ્યો.

યુવતીને જ્યારે લાગ્યું કે તેની સાથે દગો કરવામાં આવ્યો છે, તો તેણે મુલુંડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને પાશાને ધર્મ અનુસાર છૂટાછેડા આપ્યા. જોકે, પોલીસનું કહેવું છે કે બન્નેએ કોઇ કાયદાકીય રીતે છૂટાછેડા લીધા નથી.

થોડાક દિવસ બાદ પાશાએ યુવતી સાથે સુલેહ કરવા અને સાથે રહેવા આગ્રહ કર્યો, પરંતુ તેણે ઇન્કાર કરી દીધો. પોલીસનું કહેવું છે કે ગત 17 જુને જ્યારે પીડિતા એક મોલ તરફ જઇ રહી હતી તો પાશાએ તેનું અપહરણ કરી લીધુ અને પોતાના ઘરે લઇ ગયો. તેણે તેને અનેક દિવસો સુધી પોતાની પાસે રાખ્યું અને યાતનાઓ આપી. ત્યારબાદ બ્લેડથી મહિલાને 100 વખત ઇજા પહોંચાડી.

ગત 26 જૂને યુવતી ભાગી નીકળવામાં સફળ રહી અને તેણે પોલીસ મથકમાં પાશા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી. આરોપીની ધરપકડ કરી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X