પત્ની સાથે આડા સંબંધોની શંકામાં દોસ્તનુ ગળુ કાપીને પીધુ લોહી, મોબાઈલથી રેકૉર્ડ કર્યો વીડિયો

કર્ણાટકમાં હ્રદય કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક મિત્રએ તેના મિત્રનું ગળું કાપી નાખ્યું છે. આટલું જ નહીં, આરોપી મિત્રએ તેના મિત્રનું ગળું ચીરી નાખ્યું અને તેના મોં વડે તેના ગળામાંથી નીકળતું લોહી પણ પી લીધુ અને સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. આ ઘટના કર્ણાટકના ચિકબલપુરની છે. આરોપીનું નામ વિજય છે, તેણે તેના મિત્ર મહેશનું ગળું કાપી નાખ્યું અને ગળામાંથી નીકળતું લોહી પી લીધું.

crime

વાસ્તવમાં, આરોપી યુવકને શંકા હતી કે તેનો મિત્ર તેની પત્ની સાથે આડા સંબંધ ધરાવે છે. 19 જૂનના રોજ, વિજય તેના મિત્ર જ્હોન સાથે મહેશને નજીકના જંગલમાં લઈ ગયો, જ્યાં તેણે તેનું ગળું કાપીને તેનું લોહી પી લીધું. જ્હોને આ ઘટના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી હતી.

ઘટના બાદ ઘાયલ યુવકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી, હાલ તે ઘરે પરત ફર્યો છે. મહેશની ફરિયાદ બાદ પોલીસે આરોપી વિજયની ધરપકડ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X