કેજરીવાલના દરબારમાં યુવકે કાપી હાથની નસ

Posted By:
Subscribe to Oneindia News

કૌશાંબી, 27 ડિસેમ્બરઃ દિલ્હીના એક 25 વર્ષીય યુવકે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા માટે શુક્રવારે આયોજિત જનતા દરબારમાં હાથની નસ કાપી નાંખી હતી. આ ઘટના આમ આદમી પાર્ટીના કૌશાંબી સ્થિત કાર્યાલયની બહાર થઇ. જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલે સતત ત્રીજા દિવસે જનતા દરબારનું આયોજન કર્યું હતું. અચાનક જ અહમદ જમીલ આગળ આવ્યા અને પોતાના કાંડાની નસ એક બ્લેડથી કાપી નાંખી.

man-slits-wrist-at-arvind-kejriwal-janta-darbar
તેમણે કહ્યું કે, જેમ કે સુભાષ ચંદ્ર બોઝે લોકોને કહ્યું હતું કે તમે આઝાદીના બદલે લોહી આપો. તેવી જ રીતે તેણે કેજરીવાલ માટે કર્યુ. જે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો દાવો કરે છે. તેણે કેજરીવાલને કહ્યું કે, હું તમારી સાથે છું અને તમારા માટે કંઇ પણ કરી શકુ છુ. પાર્ટીના કાર્યકર્તા તેને એક કારમાં હોસ્પિટલ લઇ ગયા. તેણે પ્રાથમિક ઉપચાર આપીને રજા આપવામાં આવી. ડોક્ટરે જણાવ્યા પ્રમાણે ઇજા હાથની નસની ઉપર લાગ્યા હતા, જો નીચે લાગ્યા હોત તો જમીલની જાનું જોખમ વધી ગયું હોત.

ત્યારબાદ અરવિંદ કેજરીવાલે જનતા દરબાર બંધ કરી દીધો અને કહ્યું કે, અમને લોહીની નહીં પરંતુ એકઠા થવાની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે, જો દેશમાં પરિવર્તન લાવવું છે તો એક થવું જરૂરી છે. નોંધનીય છે કે, પોતાની પાર્ટી કાર્યાલયની બહાર કેજરીવાલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહમાં મેટ્રોમાં જઇશ. આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેજરીવાલના કેબિનેટ મંત્રી પદની શપથ લેનારા છ ધારાસભ્યોને પણ રામલીલા મેદાન પહોંચવા માટે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

English summary
A 25 year old man today slit his wrist at Delhi chief minister designate Arvind Kejriwal's 'Janta Darbar' in Ghaziabad in what he said was an act of support for Aam Aadmi Party.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.