For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ઉત્તરાખંડમાં મિત્રની લાશ સાથે વિતાવ્યાં 7 દિવસ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભોપાલ, 25 જૂન: ચારધામની યાત્રા પર ઉત્તરાખંડ ગયેલા મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના વયોવૃદ્ધ પૂરણ સિંહ તે સૌભાગ્યશાળીઓમાંના એક છે જે જીવિત ઘરે પરત ફર્યા છે. પરંતુ પૂરણ સિંહની આંખોમાં આંસૂ છે. તે ખૌફનાક દ્રશ્યને ભૂલાવી શકતા નથી, જ્યારે બાળપણના મિત્ર દરિયાવ સિંહ તેમનાથી કાયમ માટે જુદા પડી ગયા. પૂરણ સિંહે તેમછતાં તેમના મિત્રનો હાથ અને સાથ છોડ્યો નહી. તેમને દરિયાવ સિંહની લાશ સાથે પહાડો પર સાત દિવસ વિતાવ્યા હતા. પૂરણ સિંહ જેવા કેટલાય લોકો પણ છે, જેમને ઉત્તરાખંડની આ આફતમાં પોતાના સ્વજનોને ગુમાવી દિધા છે.

રાજગઢના સારંગપુરના પૂરણ સિંહ તથા દરિયાવ (65 વર્ષ) બાળપણના મિત્ર હતા અને બંને એકસાથે કેદારનાથના દર્શન કરવાની યોજના બનાવી હતી. જ્યારે પ્રકૃતિનો કહેર વરસ્યો ત્યારે બંને ગૌરીકુંડ વિસ્તારમાં હતા. જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો. પહાડો તૂટવા લાગ્યા. પૂરણ સિંહ જણાવે છે કે તેમને ગમે તેમ કરીને પહાડમાં શરણ લીધી. તે કોઇપણ પ્રકારે બચી ગયા, પરંતુ તેમનો બાળપણનો મિત્ર ઠંડી, ભૂખ અને તરસના કારણે તે દુનિયાને છોડીને જતો રહ્યો. વે વિષમ પરિસ્થિતીમાં પહાડ પર પોતાના મિત્ર દરિયાવ સિંહની લાશ સાથે પડી રહ્યાં. ત્યારબાદ સેનાની મદદથી તેમને તથા દરિયાવ સિંહની લાશને હરિદ્વાર લાવવામાં આવ્યા.

kedarnath

પૂરણ સિંહને એ વાતનો અફસોસ છે કે તે પૂણ્ય કમાવવા માટે કેદારનાથ ગયા હતા, પરંતુ ઘરે પરત ફર્યા તેમના મિત્રની લાશ લઇને. આ એકલા પૂરણ સિંહને કહાની નથી. પરંતુ મધ્યપ્રદેશના કેટલાય પરિવાર એવા છે કે જેમને પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. જબલપુરના જે પી જાટ અને તેમની પત્નીની આંખોમાં આંસૂ રોકાતા જ નથી. બંને પોતાની પુત્રીને ગુમાવી છે. તે જણાવે છે કે પુત્રી, જમાઇ અને પૌત્ર સાથે તે ઉત્તરાખંડ ગયા હતા. પૂરમાં તેમની પુત્રી વહી ગઇ તો જમાઇ તેની શોધમાં લાગેલા છે. તેઓ તેમની સાથે પૌત્રીને લઇને આવ્યાં છે.

રાજ્ય સરકારે મુશ્કેલીમાં ફસાયેલા લોકોને ઘર સુધી પરત ફરવા માટે બોઇંગ વિમાનની વ્યવસ્થા કરી છે. સોમવારે આ વિમાન દ્વારા 331 યાત્રાળુ ભોપાલ તથા ઇન્દોર પહોંચ્યા છે. આ બધાને રોડ માર્ગથી તેમના ઘર સુધી મોકલવામાં આવ્યાં છે. ઉત્તરાખંડથી યાત્રા કરીને સકુશળ પરત ફરેલા યાત્રાળુ પૂર તથા પર્વત ઢળી પડવાની ઘટનાને યાદ કરીને ધ્રુજી ઉઠે છે, અને એવા સવાલ કરી રહ્યાં છે કે ભગવાનના દરબારમાં આવું કેમ થયું.

English summary
Meet an man who spent 7 days with the dead body of his friend died in the flood in Uttarakhand mountains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X