For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં હતી શ્રીલંકા જેવા આત્મઘાતી હુમલાને અંજામ આપવાની તૈયારી

સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ કેરળના એક 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ કેરળના એક 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ 21 એપ્રિલના રોજ શ્રીલંકાની જેમ જ આત્મઘાતી હુમલાની યોજના બનાવવામાં આવી હતી. આ શંકાસ્પદ વ્યક્તિનું નામ રિયાસ છે અને તેને રિયાસ અબુબકર અને અબુ દુજાનાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્યક્તિને મંગળવારે કોચ્ચિ સ્થિત એનઆઈએની કોર્ટમાં હાજર કરવામાં આવશે.

nia

જાહરાનથી પ્રેરિત હતો રિયાસ

આ આરોપીએ એ વાત સ્વીકારી છે કે તે નેશનલ તોહીદ જમાત (એનટીજે) ના પ્રમુખ જાહરાન હાશિમથી પ્રેરિત હતો. જાહરાન ઈસ્ટર સન્ડેના પ્રસંગે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલા આઠ સુસાઈડ એટેક્સનો માસ્ટરમાઈન્ડ હતો. શ્રીલંકન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ હુમલામાં હાશિમ માર્યો ગયો છે. એનઆઈએના એક સીનિયર અધિકારી તરફથી જણાવવામા આવ્યુ છે કે રિયાસ છેલ્લા એક વર્ષથી હાશિમ અને જાકિર નાઈકના વીડિયોઝ અને તેમના ભાષણ સાંભળતો હતો. અધિકારીઓની માનીએ તો આ વાત એથી પણ વધુ ચોંકાવનારી છે કે રિયાસ કેરળમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. રિયાસે પૂછપરછમાં જણાવ્યુ છે કે તે અબ્દુલ રાશિદ અબ્દુલ્લા સાથે સંપર્કમાં હતો અને તેની ઑડિયો ક્લિપ્સને ફોલો કરી રહ્યો હતો. આમાંથી એક તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ઑડિયો ક્લિપમાં તેણે બાકીના લોકોને અપીલ કરી હતી કે ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવામાં આવે. રાશિદ અબ્દુલ્લા ગાયબ છે અને તેની શોધ ચાલુ છે.

સીરિયામાં છે એક આરોપી

રિયાસે એ પણ જણાવ્યુ કે તે અબ્દુલ કયુમ સાથે પણ સંપર્કમાં હતો કે જે વાલાપટ્ટનમ આઈએસઆઈએસનો આરોપી છે. માનવામાં આવે છે કે કયુમ હાલમાં સીરિયામાં છે. રિયાસે એ દાવો પણ કર્યો છે કે તેણે મોડ્યુલના બીજા સભ્યોને કહ્યુ હતુ કે તે હાશિમને સાંભળ્યા કરે. એનઆઈએના સૂત્રો મુજબ રિયાસ તમિલ ભાષાનો જાણકાર છે અને આના કારણે તે સરળતાથી હાશિમની સ્પીચ અને તેના વીડિયોઝને ફોલો કરતો હતો. તે બીજા લોકોને વિશ્વાસમાં ન લઈ શક્યો કારણકે તેમને તમિલ નહોતી આવડતી. વળી વધુ એક અધિકારીની માનીએ તો રિયાસ પાસેથી એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે કેરળમાં કયા ટાર્ગેટ્સ હતા જે તેણે પસંદ કર્યા હતા. રવિવારે એનઆઈએના ત્રણ શંકાસ્પદના ઘરે છાપા માર્યાહતા જેમાંથી બેના ઘરે કસારગોડમાં હતા તો એકનું ઘર પાલાક્કડ જિલ્લામાં હતુ.

આ પણ વાંચોઃ એક મેના રોજ ગ્લોબલ ટેરરિસ્ટ જાહર થશે આતંકી મસૂદ અઝહર, ચીન હટાવશે ટેકનિકલ હોલ્ડઆ પણ વાંચોઃ એક મેના રોજ ગ્લોબલ ટેરરિસ્ટ જાહર થશે આતંકી મસૂદ અઝહર, ચીન હટાવશે ટેકનિકલ હોલ્ડ

English summary
Man who was inspired by Sri Lanka bombings mastermind plotted suicide attack in Kerala, this man has been arrested by NIA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X