મંદસૌર રેપ કેસઃ આરોપી ઈરફાનની ધરપકડ, મુસ્લિમ બોલ્યા-ફાંસી આપો

મધ્યપ્રદેશમાં 8 વર્ષની માસૂમ બાળકીને બંધક બનાવીને તેની સાથે બળાત્કાર કરવાનો મામલો થોડા સમય પહેલા સામે આવ્યો હતો. પોલિસે આ મામલે આરોપી ઈરફાનની ધરપકડ કરી લીધી છે.

મધ્યપ્રદેશમાં 8 વર્ષની માસૂમ બાળકીને બંધક બનાવીને તેની સાથે બળાત્કાર કરવાનો મામલો થોડા સમય પહેલા સામે આવ્યો હતો. પોલિસે આ મામલે આરોપી ઈરફાનની ધરપકડ કરી લીધી છે. આ અંગે મુસ્લિમ સમુદાયના નેતાઓએ આરોપીને મોતની સજાની માંગ કરી છે અને ઘોષણા કરી છે કે તે જિલ્લાના કોઈ પણ કબ્રસ્તાનમાં તેના શરીરને દફનાવવાની અનુમતિ નહિ આપે.

મુસ્લિમ સમુદાયે કરી ફાંસીની માંગ

મુસ્લિમ સમુદાયે કરી ફાંસીની માંગ

મુસ્લિમ સમુદાયના ઘણા નેતાઓએ ઈરફાનની ધરપકડ બાદ કહ્યુ કે તે આ કેસમાં ફાંસીની માંગ કરે છે. મુસ્લિમ નેતાઓએ કહ્યુ કે આ પ્રકારના જધન્ય અપરાધની ઈસ્લામમાં કોઈ જગ્યા નથી અને આ અપરાધ માટે તેને માફ ન કરી શકાય. આ મામલે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ તત્કાલ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

બાળકીના શરીર પર ગંભીર ઈજાઓ

બાળકીના શરીર પર ગંભીર ઈજાઓ

આ પહેલા મધ્યપ્રદેશના મંદસૌરમાં 8 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો હતો. બાળકીના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન પણ છે. હાલમાં બાળકી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે અને તેની હાલત સ્થિર છે. પ્રાથમિક ઉપચાર બાદ માસૂમને ઈન્દોરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

આરોપીની વકીલાત નહિ કરે વકીલો

આ મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયા છે અને લોકોએ આ જધન્ય અપરાધ સામે ગુસ્સો દર્શાવીને અપરાધીને વહેલામાં વહેલી તકે સજા આપવાની માંગ કરી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ છે કે સરકાર આરોપીને જલ્દીમાં જલ્દી ફાંસી અપાવવાની કોશિશ કરશે. આ કેસમાં વકીલોએ પણ આરોપીની વકીલાત નહિ કરવાનો નિર્ણય કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X