દેરાણી મેનકાએ સોનિયાને પૂછ્યું, ‘કેવી રીતે બન્યા કરોડપતિ?’

નવી દિલ્હી, 21 માર્ચઃ દિલ્હીની સત્તાએથી લાંબા સમય સુધી બહાર રહ્યાનું દર્દ મેનકા ગાંધીના દિલમાં એ રીતે ફૂટ્યું છે કે તે પોતાની જેઠાણી પર શાબ્દિક હુમલો કરતા પોતાને રોકી શક્યા નહીં. આ વખતે પીલીભીતથી મેદાનમાં ઉતરેલા મેનકા ગાંધીએ પોતાની જેઠાણી સોનિયા પર હુમલો કરવામાં કોઇ પરેજી રાખી નથી. પીલીભીતની એક સભામાં મેનકાએ સોનિયા ગાંધી પર જોરદાર હુમલો કર્યો અને કહ્યું કે, સોનિયા ગાંધી બહારથી આવ્યા છે, તેમ છતાં દેશે તેમને ઘણો પ્રેમ કર્યો.

manka-sonia
સોનિયા પર પ્રશ્નોનો મારો કરતા મેનકાએ સોનિયા પાસે પૈસાનો હિસાબ માંગી લીધો. મેનકાએ કહ્યું કે, આંતરારષ્ટ્રીય સમાચારપત્રોનું કહેવુ છે કે તે વિશ્વની છઠ્ઠી સૌથી અમીર મહિલા છે. હું તેમને પૂછવા માગુ છું કે આટલા પૈસા તેમની પાસે ક્યાંથી આવ્યા. તે દહેજમાં કંઇ જ લઇને આવ્યા નહોતા. કરોડો રૂપિાય ક્યાંથી આવ્યા? પીલીભીતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મેનકા ગાંધી જાણે કે સોનિયા ગાંધી પર વરસી પડ્યા હતા. તેઓ જનતાની સમસ્યાથી એટલા ભાવુક થઇ ગયા કે સોનિયા પાસે પૈસાનો હિસાબ માંગી લીધો.

નોંધનીય વાત એ છે કે, મેનકા ગાંધીએ સોનિયાને લઇને અત્યારસુધી કોઇ ખાસ આક્રમક વલણ અપનાવ્યું નહોતું, પરંતુ આ વખતે વાત અલગ છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષા વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. જ્યારે મેનકાના પુત્ર વરુણ ગાંધીએ તાજેતરમાં સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ચૂંટણી લડશે પરંતુ પ્રચાર દરમિયાન પોતાના પિતરાઇ ભાઇ રાહુલ ગાંધી અંગે કંઇજ નહીં બોલે. આ વાતથી એ તો સ્પષ્ટ થયું કે પિતરાઇ ભાઇમાં તો પ્રેમ છે, પરંતુ દેરાણી જેઠાણીએ એકબીજા સામે તલવાર ખેંચેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X