For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેરિસ આતંકી હુમલા પર આ શું બોલી ગયા મણિશંકર અય્યર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જાન્યુઆરી: હાલમાં આખી દુનિયા પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાથી દુ:ખી છે, લોકો પેરિસની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આપણા દેશના કેટલાંક લોકો એવા છે જેમણે પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરની, જેમણે ગુરુવારે એવું વાંધાજનક નિવેદન આપ્યું જેણે સૌને ચોંકાવી દીધા.

કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરે જણાવ્યું કે જો અમેરિકા આખી દુનિયામાં ડ્રોન હુમલો કરે તો કોઇને કોઇને તો ભોગવવું જ પડશે, આખરે ક્યાં સુધી લોકો ચુપ બેસશે. એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરે જણાવ્યું કે ફ્રાંસમાં મુસ્લિમ મહિલાઓને બુરખો પહેરવા પર મનાઇ છે. તો સ્વાભાવિક છે કે લોકોનો રોષ ભડકશે જ, તો પણ તેમણે જણાવ્યું કે અન્ય દેશોએ ભારત પાસેથી એકતાના પાઠ શીખવા જોઇએ.

mani shankar aiyar
નોંધનીય છે કે કોંગ્રેસી નેતા મણિશંકર અય્યર આ પહેલા પણ ઘણા પાયાવિહોણા નિવેદનો આપી ચૂક્યા છે. બુધવારે ફ્રાંસની રાજધાની સ્થિત વ્યગ્ય પત્રિકા ચાર્લી હેબ્દોના કાર્યાલય પર આતંકી હુમલો થયો હતો. જેમાં સંપાદક સહિત 12 લોકોના મોત થઇ ગયા હતા અને 20 પણ વધારે લોકો ઘાયલ થયા હતા.

આ જઘન્ય અપરાધને અંજામ આપનારા બે બંધૂકધારીઓને કથિત રીતે ઉત્તરી ફ્રાંસમાં જોવામાં આવ્યા છે, જ્યારે ત્રીજાએ આત્મસમર્પણ કરી દીધું છે. આ ત્રાસવાદી હુમલા બાદ ફ્રાંસમાં શોકનો માહોલ છવાયો છે.

English summary
Congress RajyaSabha MP Mani ShankarAiyar called the attack on the satirical magazine Charlie Hebdo as an obvious backlash to the war on terror.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X