મણિપુરમાં ચાલી રહેલ હિંસા વચ્ચે અમિત શાહનુ મોટુ એલાન, મૃતકના પરિવારોને મળશે 10 લાખ રુપિયા અને નોકરી
Manipur Violence Amit Shah: મણિપુરમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. આગમાં ઘણા લોકોના ઘર બળી ગયા હતા. આ લોહિયાળ હિંસામાં અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે.
આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે. બેઠક દરમિયાન હિંસા પીડિતો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્ર અને મણિપુર સરકારે મંગળવારે હિંસામાં જીવ ગુમાવનારા લોકો માટે વળતરની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોના પરિવાર માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે મૃતકના પરિવારના એક સભ્યને નોકરી પણ મળશે. 10 લાખની સહાયની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને આપશે.
અધિકારીઓએ જણાવ્યું કે અફવાઓને રોકવા માટે ટેલિફોન લાઇન લગાવવામાં આવશે. તેનાથી રાજ્યમાં શાંતિ સ્થાપિત થશે. અમિત શાહે બેઠક દરમિયાન પેટ્રોલ, એલપીજી ગેસ, ચોખા અને અન્ય ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે મણિપુરમાં મwતેઈ અને કુકી સમુદાયો વચ્ચે 3 મેથી હિંસક અથડામણ ચાલી રહી છે. આ હિંસક અથડામણમાં 40 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં પોલીસકર્મીઓ સહિત 10 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં બગડતી સ્થિતિએ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. મણિપુરમાં હિંસા પર અંકુશ મેળવવા માટે સરકાર હવે કડક પગલા ભરવા માટે તૈયાર છે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં હિંસા બે જાતિઓ વચ્ચેની અથડામણનું પરિણામ છે. તેને ઉગ્રવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તે મુખ્યત્વે બે જ્ઞાતિઓ વચ્ચેની અથડામણ છે.












Click it and Unblock the Notifications
