Manipur Violence : મણિપુરમાં આતંકવાદી જૂથોએ 3 કુકી-ઝો આદિવાસીઓની ગોળી મારી હત્યા
Manipur Violence : મણિપુર હિંસામાં આતંકવાદી જૂથો દ્વારા કથિત રીતે 3 કુકી-ઝો આદિવાસીઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મણિપુરમાં અત્યાર સુધીમાં 160 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અધિકારીઓએ ઇમ્ફાલમાં જણાવ્યું હતું કે, મણિપુરના કાંગપોપકી જિલ્લામાં કથિત રીતે પ્રતિબંધિત આતંકવાદી જૂથો દ્વારા મંગળવારની સવારે કુકી-ઝો સમુદાયના ત્રણ આદિવાસીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ ઇમ્ફાલમાં જણાવ્યું હતું કે, શૂટર્સ એક વાહનમાં આવ્યા હતા અને ઇમ્ફાલ પશ્ચિમ અને કાંગપોપકી જિલ્લાના સરહદી વિસ્તારોમાં સ્થિત ઇરેન્ગ અને કરમ વિસ્તારો વચ્ચેના ગ્રામીણો પર હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ગામ પહાડીઓમાં આવેલું છે અને આદિવાસી લોકોનું વર્ચસ્વ છે. મણિપુરમાં 3 મેથી બહુમતી મેઇતેઇ સમુદાય અને આદિવાસી કુકીઓ વચ્ચે અવારનવાર અથડામણ થઈ રહી છે અને અત્યાર સુધીમાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.












Click it and Unblock the Notifications
