For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીલ્લીના રસ્તાઓનો G20 સંમેલન પહેલા થશે પુનર્વિકાસ, મનીષ સિસોદિયાએ આપી મંજૂરી

દિલ્લીમાં યોજાનારી જી20 સમિટ પહેલા તેના રસ્તાઓનો પુનર્વિકાસ કરવા માટેના 17.5 કરોડ રુપિયાના પ્રોજેક્ટને ઉપ મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી સરકારે G20 સમિટ પહેલા રસ્તાઓને રિડેવલપ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આઈટીપીઓ કૉમ્પ્લેક્સની આસપાસ મથુરા રોડ, ભૈરોન માર્ગ અને રિંગ રોડના સજાવટ અને મજબૂતીકરણ માટે રૂ. 17.5 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

manish sisodia

આ પ્રોજેક્ટ આ વર્ષે રાજ્યમાં યોજાનારી G20 સમિટની તૈયારીઓનો પણ એક ભાગ છે. આ પ્રોજેક્ટ હેઠળ મથુરા રોડ પર ડબલ્યુ-પોઇન્ટથી દિલ્લી પબ્લિક સ્કૂલ, આઇપી ફ્લાયઓવરથી ભૈરોન માર્ગ પર ભૈરોન માર્ગ ટી-પોઇન્ટ અને રિંગ રોડ સુધીના 5.8 કિલોમીટરના રસ્તાને સુંદર અને મજબૂત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આ રસ્તાઓને ફરીથી તૈયાર કરવા, ફૂટપાથ અને કિનારાને સજાવવા અને વર્તમા જળ નિકાસી વ્યવસ્થામાં સુધારો સામેલ છે. આ સાથે રસ્તાની બંને તરફ હરિયાળી પણ સુનિશ્ચિત કરવામાં આવશે.

નવસારીમાં આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના, 40થી વધુ લોકોને અસરનવસારીમાં આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના, 40થી વધુ લોકોને અસર

મનીષ સિસોદિયાએ કહ્યુ, 'આ ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે કે જી-20 સમિટ દિલ્લીમાં યોજાઈ રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અમે લોકોને મુસાફરીનો બહેતર અનુભવ આપવા માટે દિલ્લીના રસ્તાઓને સુધારવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે.' દિલ્લીના ડેપ્યુટી સીએમે કહ્યુ કે સરકાર દિલ્લીમાં મુસાફરો માટે સુરક્ષિત અને સુંદર રસ્તાઓ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. દિલ્લીના લોકોને વિશ્વકક્ષાના રસ્તાઓ અને મુસાફરીનો સુખદ અનુભવ આપવાનુ સરકારનું વિઝન છે. આ સુનિશ્ચિત કરવા માટે, PWD રાષ્ટ્રીય રાજધાનીના રસ્તાઓને મજબૂત કરવા માટે અદ્યતન તકનીકોનો ઉપયોગ કરી રહ્યુ છે.'

English summary
Manish Sisodia approves the project of Delhi roads redevelopment before G20 conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X