For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી પર વડાપ્રધાનું નિવેદન હાસ્યાસ્પદ: રાજનાથ સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે વડાપ્રધાન મનમોહન સિંહના એ નિવેદનની નિંદા કરી છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દેશ માટે વિનાશકારક સાબિત થશે.

વડાપ્રધાન તરફથી ભાજપના પીએમ ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને આવેલા નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે વડાપ્રધાનનું આ નિવેદન સંપૂર્ણપણે હાસ્યાસ્પદ છે. હું તેમના આ નિવેદનની સંપૂર્ણપણે નિંદા કરું છું. આ પ્રકારનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે.

અત્રે નોંધનીય છે કે મનમોહન સિંહે નરેન્દ્ર મોદીને સીધા નિશાના પર લેતા જણાવ્યું કે તેમનું વડાપ્રધાન બનવું દેશ માટે આપદારૂપ સાબિત થશે. લોકસભા ચૂંટણીના કેટલાંક મહિના પહેલા સિંહે વડાપ્રાધાનના રૂપમાં પોતાના બે કાર્યકાળ દરમિયાન આજે સવાલોના જવાબમાં જણાવ્યું કે હું ઇમાનદારી પૂર્વક માનું છું કે નરેન્દ્ર મોદી જે કહી રહ્યા છે, તે થવાનું નથી. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તેઓ માને છે કે ભારે સમર્થનની લહેરના પગલે મોદી વડાપ્રધાન બની જશે.

rajnath singh
રાજનાથ સિંહે આ નિવેદનની ટિકા કરીને મોદીના ગુજરાતને મોડેલ સ્ટેટ ગણાવ્યું છે. તેમને કોર્ટમાંથી ક્લીન ચિટ મળી ચૂકી છે. તેમ છતાં વડાપ્રધાન તરફથી આવું નિવેદન આવવું એ દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે મનમોહન સિંહે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી નથી. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર યૂપીએ સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી, પરંતુ તેમણે આ મુદ્દા પર ચર્ચા કરી નહીં. યૂપીએના શાસન દરમિયાન મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં વધારો થયો પરંતુ મનમોહન સિંહે તેના પર ચૂપ્પી સાધી. યૂપીએના શાસનમાં આર્થિક વિષમતામાં વધારો થયો, પરંતુ તેમણે આ મામલા પર પણ કઇ કહ્યું નહીં. યૂપીએનું શાસન સંપૂર્ણરીતે નિષ્ફળ સાબિત થયું છે.

રાજનાથે જણાવ્યું કે 2002માં જે કઇ પણ થયું, તે દુ:ખદ હતું, પરંતુ જ્યારે ખાસ તપાસ સમિતિ(એસઆઇટી) અને કોર્ટ દ્વારા તેમને ક્લીન ચિટ મળી ગઇ છે, તો આ પ્રકારનું નિવેદન આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપ નેતાએ જણાવ્યું કે વડાપ્રધાને સ્વીકાર કર્યો છે કે હવે પછીની સરકાર યૂપીએની નહીં બને અને તેના માટે તેમણે પોતાને ત્રીજા કાર્યકાળથી અલગ કરી દીધા છે. તેમણે મનમોહન સિંહના નિવેદનની નિંદા કરતા જણાવ્યું કે વડાપ્રધાને યૂપીએ સરકારમાં સત્તાના બેવડા કેન્દ્રની વાત કબૂલી છે.

English summary
BJP on Friday condemned Prime Minister Manmohan Singh's remarks that Narendra Modi as premier will be disastrous for the nation and said it was unfortunate he was saying this even after the clean chit given to him by the special investigation team (SIT) and a court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X