મનમોહન સિંહે પીએમ મોદીને તેમના ભાષણ માટે આપી છે ખાસ સલાહ
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે જ્યારે તે બિન ભાજપ શાસિત રાજ્યોનો પ્રવાસ કરે ત્યારે પોતાના ભાષણ પર ધ્યાન આપવુ જોઈએ. મનમોહન સિંહે કહ્યુ કે પ્રધાનમંત્રીએ વિવાદિત નિવેદન આપવાથી બચવુ જોઈએ અને લોકો સામે સારુ ઉદાહરણ રજૂ કરવુ જોઈએ. સિંહે કહ્યુ કે પ્રધાનમંત્રીને મારો સૂચન છે કે પ્રધાનમંત્રી તરીકે તેમણે પોતાનું ભાષણ સમજી વિચારીને આપવુ જોઈએ અને પ્રધાનમંત્રી પદનું ગૌરવ જાળવી રાખવુ જોઈએ. તેમણે કહ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી બિન ભાજપ શાસિત રાજ્યોનો પ્રવાસ કરે છે તો મને લાગે છે કે તેમણે એવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ જેનાથી પીએમ પદના ગૌરવને ઠેસ પહોંચે.
આ પણ વાંચોઃ દિલ્હી પોલિસને દિલ્હી સરકારને આધીન લાવવા આપ સરકારે પસાર કર્યો ઠરાવ

પીએમ સારુ ઉદાહરણ રજૂ કરે
મનમોહન સિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા તે સમયનું ઉદાહરણ આપતા કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી જ્યારે મધ્યપ્રદેશનો પ્રવાસ કરે છે તો તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણને પૂછવુ જોઈએ કે શું ક્યારેય કેન્દ્ર સરકારે તેમની સાથે ભેદભાવ કર્યો. હું કહેવા ઈચ્છુ છુ કે પ્રધાનમંત્રી પોતે એક સારુ ઉદાહરણ રજૂ કરવુ જોઈએ. તે દેશના દરે નાગરિકના પ્રધાનમંત્રી છે અને તેમનુ આચરણ તેને અનુરૂપ જ હોવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે ઉપરાઉપરી રેલીઓ કરી રહ્યા છે.

કોંગ્રેસ પર સાધ્યુ હતુ નિશાન
પ્રધાનમંત્રી મોદી પોતાની તમામ રેલીઓમાં કોંગ્રેસના મોટા નેતાઓ પર નિશાન સાધે છે. તેમણે પંડિત જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી પરિવાર પર પણ હુમલો કર્યો છે. છત્તીસગઢમાં રેલીને સંબોધતા પીએમે કહ્યુ કે શું રાહુલ ગાંધીના પરિવારે છત્તીસગઢના વિકાસ માટે પાઈપલાઈન પાથરવાનું કામ કર્યુ? પીએમે પૂછ્યુ કે તમે છેલ્લા 100 વર્ષોમાં આ કેમ ન કર્યુ, તમારી ચાર પેઢીઓ સત્તામાં રહી, છેવટે તમે આ કામ કેમ ન કર્યુ.

ગાંધી પરિવાર પર કર્યો હુમલો
પ્રધાનમંત્રીએ ગાંધી પરિવાર પર હુમલો કરતા છત્તીસગઢની રેલીમાં કહ્યુ હતુ કે શું તમારા નાના-નાની, દાદા-દાદીએ અહીં પાઈપલાઈન પથરાવી હતી અને રમણ સિંહે તેને તોડી દીધી હતી? પહેલા તમે અમને કહો કે તમે આ કેમ ન કર્યુ, પછી અમને પૂછો કે અમે શું નથી કર્યુ. પ્રધાનમંત્રીએ આ નિવેદન છત્તીસગઢના અંબિકાપુરમાં એક રેલીને સંબોધિત કરતા આપ્યુ હતુ. પીએમના આ નિવેદનની કોંગ્રેસે આકરી ટીકા કરી હતી. જયરામ રમેશે કહ્યુ કે પીએમે પોતાના પદના ગૌરવ અનુસાર ભાષણ નથી આપ્યુ. તેમણે ઈતિહાસના તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા અને પોતાના રાજકીય પ્રતિસ્પર્ધીઓને ગાળ આપી.
આ પણ વાંચોઃ Good News: હવે માત્ર 1 કલાકમાં તૈયાર થઈ જશે ડ્રાઈવિંગ લાઇસન્સ