મનમોહન અને ગુજરાલ પણ પાકિસ્તાનથી આવ્યા હતા: ભાજપ

manmohan-singh
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરીઃ કોંગ્રેસ પ્રવક્તા શકીલ અહેમદે એક સભામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પર સત્તા માટે પાકિસ્તાન છોડીને ભારતમાં રહેવાના આરોપ પર ભાજપે આકરી પ્રતિક્રિયા જાહેર કરી છે. ભાજપે કોંગ્રેસને એ સ્પષ્ટ કરવા કહ્યું છે કે શકીલે આ નિવેદનનું સમર્થન કરે છે કે નહીં.

ભાજપના વરિષ્ઠ પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું કે શકીલ અહમદનું નિવેદન સ્તરહીન છે. શકીલ કોંગ્રેસના પ્રવક્તા પણ છે તેથી અમે એ જાણવા ઇચ્છીએ છીએ કે તે કોંગ્રેસનું અધિકૃત નિવેદન છે.

રવિશંકર પ્રસાદે કહ્યં કે શકીલ અહમદે આખરે કહેવા શું ઇચ્છે છે? તે વર્તમાન પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇંદ્રકુમાર ગુજરાલ પણ પાકિસ્તાનથી આવ્યા હતા. તેવામાં અડવાણીને નિશાન બનાવવાનું અર્થ શું છે?

કોંગ્રેસી નેતા શકીલ અહેમદે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પર એક વિવાદિત નિવેદન કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, અડવાણી સત્તા માટે પાકિસ્તાન છોડીને ભારત આવ્યા છે. આ નિવેદન તેમણે એ સમયે કર્યું જ્યારે તેઓ સીકરમાં એક જનસભાને સંબોધી રહ્યાં હતા. તેમણે કહ્યું કે જો તેઓ હિન્દુઓને હિન્દુઓની ચિંતા હોત તો પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સેવા કરતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X