For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહે રાજ્યસભા માટે નામાંકનપત્ર ભર્યું

|
Google Oneindia Gujarati News

manmohan-singh
ગુવાહાટી, 15 મે : ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે રાજ્યસભમાં પાંચમા કાર્યકાળ માટે આસામથી પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. મનમોહન સિંહે અસમથી રાજ્યસભાની બેઠક માટે 30 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે આ નામાંકન પત્ર ભર્યું છે.

ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહનો રાજ્યસભાનો વર્તમાન કાર્યકાળ આવનારા થોડા જ દિવસોમાં સમાપ્ત થવાનો છે. તેઓ આસામથી રાજ્યસભા બેઠક માટે આજે પાંચમી વાર નામાંકન પત્ર ફાઇલ કરી રહ્યા છે. ડૉ. સિંહે વર્ષ 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારથી તેઓ આ રાજ્યથી જ રાજ્યસભાનું નામાંકન પત્ર ભરતા આવ્યા છે.

રાજ્યસભાની વેબસાઇટ પર મનમોહન સિંહનું એડ્રેસ મકાન નંબર 3989, નંદન નગર, વોર્ડ નંબર 51, સરુમતારિયા દિસપુર દર્શાવવામાં આવ્યું છે. મનમોહન સિંહ પૂર્વ મુખ્યમંત્રી હિતેશ્વર સેકીયાની પત્ની હેમોબ્રાવા સૈકિયાના ભાડુઆત છે. રાજ્યસભા માટે એક એન્ય બેઠક પણ ખાલી થવાની છે. આ બેઠક અસમ ગણ પરિષદના કુમાર દીપક દાસ લડવાના છે. તેઓ પણ રાજ્યસભાના સભ્ય છે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા 3 જૂન સુધીમાં પુરી કરી લેવામાં આવશે.

English summary
Manmohan Singh filled nomination for Rajya Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X