For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુરશી પર મનમોહન સિંહ, સત્તા સોનિયા ગાંધીની: ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હૈદ્રાબાદ, 4 એપ્રિલ: ભાજપે વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીના તાલમેલ પર કોંગ્રેસનો ઘેરાવો કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહ નામના જ વડાપ્રધાન છે, પરંતુ વાસ્તવમાં સત્તા સોનિયા ગાંધીના હાથમાં છે.

રાજ્યસભામાં ભાજપના ઉપનેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે મનમોહન સિંહને વડાપ્રધાન તરીકે પોતાના અધિકારો માટે સોનિયા ગાંધી પાસે ચાર્જિંગ થવાની જરૂરિયાત પડે છે. તેમને કહ્યું હતું કે શું ભારત જેવા મોટા દેશના વડાપ્રધાનને પોતાનો અધિકારો દર્શાવવા માટે બેટરીથી ચાર્જીંગ થવાની જરૂરત પડે છે. મનમોહન સિંહ ખુરશી પર છે પરંતુ સત્તા તેમની પાસે નથી.

કોંગ્રેસે પોતાના મહાસચિવ દિગ્વિજય સિંહની આ ટિપ્પણીને નકારી કાઢી હતી કે સત્તાના બે કેન્દ્રોના મોડલ યોગ્ય કામ નથી કરી રહ્યા. પાર્ટીના મિડીયા પ્રભારી જર્નાદન દ્રિવેદીએ કહ્યું હતું કે હાલ પાર્ટીના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી અને વડાપ્રધાનના રૂપમાં મનમોહન વચ્ચે સારો તાલમેલ છે અને તે ભવિષ્ય માટે એક આદર્શ મોડલ છે. દેશની અર્થવ્યવસ્થાની સામે મંદીનું સંકટ હોવા અંગે વડાપ્રધાનના નિવેદન પર પ્રસાદે કહ્યું હતું કે મનમોહન સિંહ ફક્ત બોલે છે પરંતુ અર્થવ્યવસ્થાના પાટા પર પરત ફરવા માટે કોઇ નક્કર પગલાં ભરી રહ્યાં નથી.

sonia-manmohan

આંધ્ર પ્રદેશમાં પ્રવર્તમાન વિજળીના સંકટને લઇને ગત પાંચ દિવસોથી અનશન પર બેઠલા ભાજપના ધારાસભ્યોની હડતાળ સમાપ્ત કરાવવા માટે હૈદ્રાબાદ પહુંચેલા પ્રસાદે કહ્યું હતું કે હું ડો મનમોહન સિંહને પુછવા માંગું છું કે તમને વડાપ્રધાન પદ સંભાળ્યાને નવ વર્ષ થઇ ગયા. એપ્રિલ બાદ વડાપ્રધાન તરીકે તમારા કાર્યકાળનું દસમું વર્ષ શરૂ થશે. મનમોહન સિંહ તમે એક અર્થશાસ્ત્રી છો તમે ફક્ત સમસ્યાઓ શોધી રહ્યાં છો. સમાધાન ક્યાં છે?

તેમને કહ્યું હતું કે આજે વડાપ્રધાને જે કહ્યું તે પ્રકારના નિવેદન છેલ્લા ચાર વર્ષોથી આપી રહ્યાં છે. તે કહે છે કે મોંઘવારી છે, ધીમો વિકાસ છે, ભ્રષ્ટાચાર છે અને હું તેને જોઇશ. જોતાં-જોતાં ચાર વર્ષ થઇ ગયા છે. જ્યારે ચુંટણીનો સમય આવે છે તો દેશની જનતા તેમને જોવાનું શરૂ કરી દેશે.

English summary
Scoffing at Congress' assertion that PM Manmohan Singh and Sonia Gandhi shared a "unique" relationship, BJP on Wednesday said though Singh was technically at the helm, the real power rests in the hands of Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X