કલકત્તામાં એક મંચ પર જોવા મળ્યા મનમોહન સિંહ અને મમતા

Posted By:
Subscribe to Oneindia News

કલકત્તા, 3 ફેબ્રુઆરી: વડાપ્રધાન મનમોહન સિંહે ઇન્ડિયન મ્યૂઝિયમના 200 વર્ષ પુરા થતાં રજૂ કરવામાં આવેલી સ્મારક પોસ્ટલ ટિકિટ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભેટમાં આપી હતી.

એશિયાના સૌથી જૂના સંગ્રહાલયના દ્વિશતાબ્દી સમારોહના ઉદધાટન કાર્યક્રમાં બંને નેતા એક મંચ પર હતા. ઇન્ડિયન મ્યૂઝિયમના લોનમાં સ્મારક ડાક ટિકિટ રજૂ કર્યા બાદ મનમોહન સિંહે મમતા બેનર્જીને ટિકિટને એક કોપી ભેટ આપી હતી જેને મુખ્યમંત્રીએ ખુશી-ખુશી સ્વિકાર કરી લીધે હતી. બંને નેતા રાજ્યપાલ એમકે નારાયણની સાથે મ્યૂઝિયમમાં ગયા અને ગેલરીને જોઇ હતી.

આજે આપણી સ્થાપનાના 200 વર્ષ પુરા કર્યા બાદ એશિયામાં સૌથી જૂના 'ઇન્ડિયન મ્યૂઝિયમ'ને મંગળવારથી સામાન્ય લોકો માટે ફરીથી ખોલવામાં આવશે. ઉન્નત આધારભૂત સંરચના અને નવેસરથી સજાવવામાં આવેલી ગેલરીઓની સાથે 'ઇન્ડિયન મ્યૂઝિયમ'ને ફરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે.

mamata-manmohan

'જાદૂધર'ના નામેથી જાણીતા 'ઇન્ડિયન મ્યૂઝિયમ'ના 200 વર્ષ પુરા થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં ભાગરૂપે સાંસ્કૃતિક મંત્રાલયે સંગ્રહાલયના જીણોદ્ધાર માટે 100 કરોડની ફાળવણી કરી છે. સંગ્રહાલયના રંગરોગાનનું કામ બે તબક્કામાં પુરૂ થઇ જશે. ગત સપ્ટેમ્બરથી જ સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવેલા સંગ્રહાલયને આગામી મંગળવાર ફરીથી ખોલવામાં આવશે.

English summary
Prime Minister Manmohan Singh and West Bengal Chief Minister Mamata Banerjee shared stage in Kolkata on Sunday for the celebration of the Indian Museum's bicentenary.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.