રેડ કારપેટ પર મનમોહન, છ કરારો પર થશે હસ્તાક્ષર

મોસ્કો, 21 ઓક્ટોબરઃ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ પોતાની બે દિવસની અધિકૃત યાત્રા સંદર્ભે રવિવારે રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા. જ્યાં તેમનું રેડ કારપેટ પર સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાનનું હેલિકોપ્ટર વાદળોથી ઘેરાયેલા આકાશ અને પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે મોસ્કોના નૂકોવો આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે પહોંચ્યુ હવાઇ મથકે મનમોહન સિંહનું સ્વાગત રશિયાના ઉપ વિદેશમંત્રી મિખાઇલ બોગદાનોવે કર્યું. બન્ને દેશો વચ્ચે સોમવારે થનારા દ્વિપક્ષીય વાર્ષિક શિખર સમ્મેલન દરમિયાન છ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેમાં બન્ને દેશોના સજા પામેલા નાગરીકોનું સ્થળાંતરણ, વિજ્ઞાન અને પ્રોધ્યોગિકી સંબંધિત કરાર સામેલ છે.

યાત્રા પર જતા પહેલા રવિવારે વડાપ્રધાને જણાવ્યું કે, આ શિખર સમ્મેલન આપણી વિશિષ્ટ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીનો મહત્વપૂર્ણ ભાગ છે. રશિયા સાથે ભારતના સંબંધ અદ્વિતિય રીતે મજબૂત છે અને રશિયા સાથે ભારત રક્ષા, પરમાણુ ઉર્જા, વિજ્ઞાન અને પ્રોધ્યોગિકી, હાઇડ્રોકાર્બન, વ્યાપાર સહિત એક બીજાના નાગરીકોનું આદાન પ્રદાન જેવા ક્ષેત્રોમાં સહયોગને વિસ્તૃત કરી શકે છે. તેમણે કહ્યું કે, તે પુતિનને જણાવશે કે રશિયા સાથે પોતાના સંબંધોને ભારત કેટલુ મહત્વ આપે છે. આ યાત્રાનો ઉપયોગ બન્ને દેશો વચ્ચે ભાગીદારીને મજબૂતી પ્રદાન કરવામાં કરીશું.

વડાપ્રધાનની રશિયા યાત્રાને લઇને બન્ને દેશોને ઘણી આશા છે, પરંતુ આ યાત્રા દરમિયાન ભારત અને રશિયા કુડનકુલમ પરમાણુ સંયંત્રના ત્રીજા અને ચોથા રિએક્ટર માટે સમજૂતી પર તેઓ હસ્તાક્ષર નહીં કરે. બન્ને દેશોના નેતા દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારીના મૂળ બિંદુઓ જેમાં રક્ષા, ઉર્જા, અંતરિક્ષ, વિજ્ઞાન અને પ્રોધ્યોગિકી તથા અર્થવ્યવસ્થા સામેલ છે, તેના પર વિચાર વિમર્શ માટે તૈયાર છે. પોતાની રશિયા યાત્રા દરમિયાન મનમોહન સિંહે મોસ્કો સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશંસ દ્વારા ડોક્ટરેટની માનદ ઉપાધી પ્રદાન કરવામાં આવશે, જેને મનમોહન સિંહે બન્ને દેશો વચ્ચે સંબંધોની સાક્ષી તરીકે મુલવી છે.

મોસ્કો પહોંચ્યા વડાપ્રધાન

મોસ્કો પહોંચ્યા વડાપ્રધાન

રવિવારે ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ મોસ્કોના સરકારી એરપોર્ટ નૂકોવો ખાતે પહોંચ્યા હતા.

મોસ્કો એરપોર્ટ પર મનમોહન સિંહ

મોસ્કો એરપોર્ટ પર મનમોહન સિંહ

રશિયામાં પોતાની દ્વીપક્ષીય શિખર સમ્મેલનમાં હાજરી આપવા પહોંચેલા ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ.

વડાપ્રધાન મનમોહન સિંહ સાથે રશિયાના ઉપ વિદેશમંત્રી

વડાપ્રધાન મનમોહન સિંહ સાથે રશિયાના ઉપ વિદેશમંત્રી

મોસ્કોના નૂકોવો એરપોર્ટ પર હસ્તધૂનૂન કરી રહેલા રશિયાના ઉપ વિદેશમંત્રી મિખાઇલ બોગદાનોવ અને અને ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ.

રેડ કારપેટ પર મનમોહન સિંહ

રેડ કારપેટ પર મનમોહન સિંહ

મોસ્કોના નૂકોવો સરકારી એરપોર્ટ પર ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહનું રેડ કારપેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાર્ડ ઓફ ઓનર

ગાર્ડ ઓફ ઓનર

મોસ્કોના નૂકોવો સરકારી એરપોર્ટ પર ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X