મનમોહન V/S મોદી : ભાષણમાં વિવિધ મુદ્દે કોણે શું કહ્યું?
ભારતમાં લોકસભા ચૂંટણી 2014 કેટલાક મહિનાઓ જ દૂર છે. લોકસભા ચૂંટણીઓની તૈયારીઓની અસર સ્વતંત્રતા દિવસની ઉજવણી પર પણ જોવા મળી છે. લોકસભા ચૂંટણીમાં દેશના મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થનારી ટક્કરની ઝલક તેના ટોચના નેતાઓના ભાષણમાં જોવા મળી હતી.
નરેન્દ્ર મોદીએ બુધવારે વડાપ્રધાન મનમોહન સિંહને પડકાર ફેંક્યો હતો કે સ્વતંત્રતા દિવસના અવસરે લોકો બે ભાષણ સાંભળશે અને ત્યાર બાદ તેની તુલના થશે. નરેન્દ્ર મોદીએ ફેંકેલા પડકારને લોકોએ જોયો અને સાંભળ્યો પણ ખરો.
15 ઓગસ્ટ, 2013ના રોજ સૌપ્રથમ વડાપ્રધાને લાલ કિલ્લા પરથી પોતાનું ભાષણ આપ્યું. તેના થોડા સમય બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભુજમાં આવેલી લાલન કોલેજમાંથી પીએમના ભાષણના ચીંથરા ઉડાવી દીધી હતી. વડાપ્રધાનનું ભાષણ 35 મીનિટનું હતું, જ્યારે નરેન્દ્ર મોદીનું ભાષણ 55 મીનિટનું રહ્યું હતું.
વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના ભાષણમાં યુપીએની સિદ્ધિઓ ગણાવી હતી અને જણાવ્યું હતું કે હજી અમે થોડું અંતર કાપ્યું છે અને લાંબી મજલ કાપવાની બાકી છે. બીજી તરફ નરેન્દ્ર મોદીનું ભાષણ સંપૂર્ણ રીતે રાજકીય રહ્યું. મોદીએ પોતાના ભાષણમાં ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી જેવા મુદ્દાઓ ઉઠાવવા ઉપરાંત પીએમ અને કોંગ્રેસ પાર્ટી પર સીધો હુમલો કર્યો હતો. બંને નેતાઓના ભાષણમાં કેટલાક મુદ્દાઓ સમાન હતા. આ મુદ્દા પર બંનેનો દ્રષ્ટિકોણ કેવો અલગ હતો તે આવો જાણીએ...

શબ્દોની તડાફડી

પાકિસ્તાન અને અન્ય પાડોશી રાષ્ટ્રો
મનમોહન સિંહ : પાડોશી દેશોએ ભારત સાથે સંબંધો સુધારવા માટે ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવી પડશે.નિયંત્રણ રેખા પર ભારતીય જવાનોની હત્યા જેવી નીંદનીય હરકત રોકવા માટે પગલાં ભરવામાં આવશે. પીએમએ પોતાના ભાષણમાં ચીનની ધૂસણખોરીનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો.
નરેન્દ્ર મોદી : પીએમ દ્વારા પાકિસ્તાનની નીંદાને મોદીએ અપૂરતી ગણાવી હતી. મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંબંધોને જોતા વડાપ્રધાનના સ્તરની ભાષા શું હોવી જોઇએ એ હું સારી રીતે સમજુ છું. સેનાની હિંમત વધે તે માટે દેશ પીએમ પાસેથી કડક ભાષાની અપેક્ષા રાખે છે. ચીનની ઘૂસણખોરી માટે પીએમ શા માટે કશું બોલ્યા નહીં.

ફૂડ સિક્યુરિટી બિલ
મનમોહન સિંહ : ફૂડ સિક્યુરિટી બિલ હવે સંસદની સામે છે અને અમને પૂરી આશા છે કે ટૂંક સમયમાં તે પાસ થઇ જશે. આ યોજનાનો લાભ ગામડાંની 75 ટકા અને શહેરોની 50 ટકા વસતીને મળશે. આ યોજના અંતર્ગત દેશના 81 કરોડ ભારતીયોને 3 રૂપિયે કિલો ચોખા અને 2 રૂપિયે કિલો ઘઉં મળશે. આવો પ્રયાસ વિશ્વમાં સૌથી મોટો છે.
નરેન્દ્ર મોદી : જે ખાદ્ય સુરક્ષા બિલની વાત વડાપ્રધાન કરી રહ્યા છે તેમાં નવું શું છે? પહેલાથી જ અનેક રાજ્યોમાં ગરીબોને 3 રૂપિયે કિલો ચોખા મળી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે આ બિલ ગરીબોની થાળીમાંથી અનાજ છીનવી લેવાનું કામ કરશે. પહેલા ગરીબી રેખા નીચે જીવતા લોકોને 35 કિલો અનાજ મળતું હતું, હવે 25 કિલો મળશે.

ઉત્તરાખંડ આપદા
મનમોહન સિંહ : વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ઉત્તરાખંડની પ્રજાને વિશ્વાસ આપ્યો હતો કે મુશ્કેલીની આ ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે છે. અમારી સરકાર બેઘર લોકોને વસાવવા માટે તેમનું જીવન યથાપૂર્વ બનાવવા માટે પૂરી તાકાતથી કામ કરી રહી છે.
નરેન્દ્ર મોદી : ગુજરાતના મુખ્યમંત્રીએ વડાપ્રધાન પર આરોપ લગાવ્યો કે તેમણે ઉત્તરાખંડ મુદ્દે માત્ર કેન્દ્ર સરકારની કામગીરીનો ઉલ્લેખ કર્યો પણ દેશના અન્ય રાજ્યો અને દેશની જનતાએ જે મદદ કરી તેની વાત ના કરી.

સાંપ્રદાયિકતા અને અલ્પસંખ્યકોનું સશક્તિકરણ
મનમોહન સિંહ : સાંપ્રદાયિક વિચારો લોકતંત્ર અને દેશને નબળો બનાવશે. આવા વિચારોને આગળ વધતા અટકાવવા જોઇએ. એક આધુનિક અને પ્રગતિશીલ તથા ધર્મનિરપેક્ષ દેશમાં સંકુચિત અને સાંપ્રદાયિક વિચારો માટે કોઇ સ્થાન હોઇ શકે નહીં. આવા વિચારો સમાજમાં ભાગલા પડાવે છે. લોકશાહીને નબળી બનાવે છે. આપણે તેને રોકવો જોઇએ.
નરેન્દ્ર મોદી : મોદીએ સાંપ્રદાયિકતા અને અલ્પસંખ્યકોના મુદ્દે કોઇ વાત કરી નથી. તેમણે પોતાની જુની વાતને દોહરાવી હતી કે એક રાજનેતાનો ધર્મ માત્ર દેશ હોય છે અને દેશનું બંધારણ તેમના માટે ધાર્મિક ગ્રંથ છે.

-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

Click it and Unblock the Notifications