For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કાશ્મીરી ગર્લ' વાળા નિવેદન પર ખટ્ટરે સફાઈ આપી, રાહુલ પર કર્યો પલટવાર

'કાશ્મીરી ગર્લ' વાળા નિવેદન પર ખટ્ટરે સફાઈ આપી, રાહુલ પર કર્યો પલટવાર

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટ્યા બાદ હરિયાણઆના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કાશ્મીરી ગર્લને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું. આ વિવાદિત નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટી અને લોકોના નિશાન પર આવી ગયા છે. તેમણે પોતાના નિવેદનને લઈને સફાઈ આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે દીકરીઓ આપણી શાન છે અને આખા દેશની દીકરીઓ અમારી દીકરીઓ છે. મારી વિરુદ્ધ ભ્રામક પ્રચાર ચલાવવામાં આવી રહ્યો છે.

મનોહર લાલ ખટ્ટરે સ્પષ્ટતા કરી

મનોહર લાલ ખટ્ટરે સ્પષ્ટતા કરી

સીએમ ખટ્ટરે ટ્વિટર પર કહ્યુ્ં કે કેટલાક મીડિયા ચેનલ અને ન્યૂજ એજન્સીઓના હવાલેથી ભ્રામક અને તથ્યહીન પ્રચાર ચલાવી રહ્યા છે. જનતા સાથે મારો હંમેશા ઈમાનદાર સંવાદ રહ્યો છે માટે મારા નિવેદનનો આખો વીડિયો હું સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી રહ્યો છું. દીકરીઓ આપણી શાન છે અને આખા દેશની દીકરીઓ અમારી દીકરીઓ છે.

રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

ખટ્ટરે રાહુલ ગાંધી પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધી જી, તમારા સ્તરના નેતાએ ઓછામાં ઓછા ભ્રામક ખબરો પર પ્રતિક્રિયા ન દેવી જોઈએ. મેં જે કહ્યું હતું તેનો વીડિયો શેર કરી રહ્યો છું. આ જુઓ મેં હકિકતમાં શું કહ્યું હતું અને કયા મતલબમાં કહ્યું હતું, આનાથી કદાચ થોડી તસવીર સાફ થશે.

રાહુલ ગાંધીએ શું ટ્વીટ કર્યું હતું?

રાહુલ ગાંધીએ શું ટ્વીટ કર્યું હતું?

સીએમ મનોહર લાલ ખટ્ટરના નિવેદનને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી તેમના પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે હરિયાણાના સીએમ ખટ્ટરની કાશ્મીરી મહિલાઓ પર ટિપ્પણી ઘૃણિત છે અને આ ટિપ્પણી દર્શાવે છે કે કમજોર, અસુરક્ષિત અને દયનીય આદમી માટે આરએસએસના વર્ષોના પ્રશિક્ષણમાં શું કરવામાં આવે છે. મહિલાઓ પુરુષોના સ્વામિત્વવાળી સંપત્તિ નથી.

મનોહર લાલ ખટ્ટરે વિવાદિત નિવેદન આપ્યું હતું

મનોહર લાલ ખટ્ટરે વિવાદિત નિવેદન આપ્યું હતું

જણાવી દઈએ કે શુક્રવારે મનોહર લાલ ખટ્ટર બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમણે આ કાર્યક્રમની સફળતા પર વાત કરતા હરિયાણામાં લિંગાનુપાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારા મંત્રી ઓપી ધનખડ કહી રહ્યા હતા કે હરિયાણામાં લગ્ન માટે છોકરીઓ ઓછી પડશે, તો બિહારથી લઈ આવશું. કેટલાક લોકો કહી રહ્યા છે કે હવે કાશ્મીર ખુલી ગયું છે, ત્યાંથી લઈ આવીશું.

<strong>આર્ટિકલ 370 હટવા પર હરિયાણાના CM ખટ્ટર બોલ્યા, રસ્તો સાફ, હવે કાશ્મીરથી છોકરીઓ લાવીશુ </strong>આર્ટિકલ 370 હટવા પર હરિયાણાના CM ખટ્ટર બોલ્યા, રસ્તો સાફ, હવે કાશ્મીરથી છોકરીઓ લાવીશુ

English summary
manohar lal khattar clarifies his statement on kashmiri girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X