મનોહર પરિકર નિધનઃ તેમની તરબૂજની આ કહાની બધાને આપી ગઈ મોટો સંદેશ
ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર હવે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તે મુખ્યમંત્રી રહ્યા, સંરક્ષણ મંત્રી રહ્યા, આઈઆઈટીયન રહ્યા જે કંઈ પણ રહ્યા હંમેશા સાદગીનું જ્વલંત ઉદાહરણ રહ્યા.
ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર હવે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તે મુખ્યમંત્રી રહ્યા, સંરક્ષણ મંત્રી રહ્યા, આઈઆઈટીયન રહ્યા જે કંઈ પણ રહ્યા હંમેશા સાદગીનું જ્વલંત ઉદાહરણ રહ્યા. તેમને સ્કૂટરવાળા સીએમ કહેવામાં આવે છે, તેમને સર્જીકલ સ્ટ્રાઈકવાલા સંરક્ષણ મંત્રી કહેવાય છે અને તેમને આઈઆઈટીયન પોલિટિશયન પણ કહેવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પોતાની નાની ઉંમરમાં જ મનોહર સેંકડો વર્ષ આગળનું વિઝન ધરાવતા હતા.

આનુ જ્વલંત ઉદાહરણ છે 11 સપ્ટેમ્બર, 2016ના રોજ વડોદરામાં ફેડરેશન ઑફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ આયોજિત એક કાર્યક્રમમાં ભારતના તત્કાલીન સંરક્ષણ મંત્રી મનોહર પરિકરના એક ભાષણનો અંશ તેમના જ શબ્દોમાં, 'હું ગોવાના પરા ગામનો છુ એટલા માટે અમે પરિકર કહેવાઈએ છે. મારુ ગામ પોતાના તરબૂજો માટે પ્રખ્યાત છે. જ્યારે હું બાળક હતો ત્યારે ખેડૂતો મે મહિનામાં પાકની ઋતુના અંતમાં તરબૂજ ખાવાની સ્પર્ધા કરતા હતા. બધા બાળકોને એટલા તરબૂજ ખાવાની છૂટ આપવામાં આવતી જેટલા તે ખાઈ શકતા હતા.'
આના માટે બધાને આમંત્રિત કરવામાં આવતા હતા પરંતુ શરત એ હતી કે માત્ર સૌથી મોટુ તરબૂજ જ ખાવાનું હોય. ઘણા વર્ષો બાદ હું એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા માટે આઈઆઈટી મુંબઈ ગયો. ડિગ્રી મેળવીને 6.5 વર્ષો બાદ જ હું મારા ગામ જઈ શક્યો. હું બજારમાં મોટા તરબૂજોની શોધમાં ગામ ગયો હતો. પરંતુ ત્યાં મોટા તરબૂજ ન દેખાયા. જે તરબૂજો વેચાઈ રહ્યા હતા તે બહુ નાના હતા અને સ્વાદ પણ એનો નહોતો. હું એ ખેડૂતને મળવા ગયો જે સૌથી મોટા તરબૂજ ખાવાની સ્પર્ધાનું આયોજન કરતા હતા. તેમનો વેપાર હવે તેમના પુત્રએ સંભાળી લીધો હતો.
તે અત્યારે પણ આ પ્રકારની તરબૂજ સ્પર્ધાનું આયોજન કરતા હતા પરંતુ આમાં બહુ ફરક હતો. પહેલા સ્પર્ધામાં મોટા ખેડૂત અમે ખાવા માટે સૌથી મોટા તરબૂજ આપતા હતા સાથે એ નિર્દેશ આપતા કે અમારે એ તરબૂજોના બીજ એક વાટકામાં રાખવાના હોય. અમને કહેવામાં આવ્યુ હતુ કે બીજને કાપે નહિ કે નષ્ટ ના કરો. વાસ્તવમાં એ ખેડૂત પોતાના આગામી પાક માટે બીજ ભેગા કરતો હતો. અને અમે વાસ્તવમાં એક રીતે એ ખેડૂત માટે અવેતનિક બાળ મજૂરોની જેમ કામ કરતા હતા અને અમારા પુરસ્કાર મફતમાં મન ભરીને ખાવા મળતુ તરબૂજ જ હતુ.
ખેડૂત હંમેશા સ્પર્ધા માટે પોતાનું સૌથી મોટુ તરબૂજ જ રાખતા હતા. અમને સૌથી સ્વાદિષ્ટ તરબૂજ ખાવા માટે મળતુ અને તેમને સારા બીજ મળતા જે આગામી વર્ષે પણ મોટા તરબૂજવાળો પાક પેદા કરતા. તેમના પુત્રએ જ્યારે વેપાર સંભાળ્યો ત્યારે તેમને અનુભવાયુ કે મોટા તરબૂજ બજારમાં વધુ પૈસા લાવશે એટલા માટે તેમણે બધા મોટા તરબૂજ બજારમાં વેચી દીધા અને નાના તરબૂજ જ લોકો સામે સ્પર્ધા માટે રાખવા લાગ્યા.
હવે આગામી પાકમાં તરબૂજ નાના થવા લાગ્યા હતા. જે વર્ષોવર્ષ નાના થતા ગયા. મને અહેસાસ થયો કે માત્ર સાત જ વર્ષોમાં પરાના સર્વશ્રેષ્ઠ તરબૂજ સમાપ્ત થઈ ગયા. આપણે મનુષ્યોમાં પણ 25 વર્ષ બાદ પેઢીઓ બદલાઈ જાય છે. આ રીતે આપણે આપણા બાળકોને શિક્ષિત કરતી વખતે એ સમજતા 200 વર્ષ લાગી જશે કે આપણે શું ખોટુ કરી રહ્યા હતા. એટલા માટે બાળકોના શિક્ષણ અને સંસ્કાર પર બાળપણથી જ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
