મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી
મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલાને લઈ ફરીથી એક ટ્વીટ કર્યું છે. જેને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે રવિવારે સંસદમાં મહારાષ્ટ્રના કેટલાક સાંસદોએ જણાવ્યું કે એમ્સના ઑટોપ્સી રિપોર્ટને લઈ બૉલીવુડના કેટલાક દાદાઓમાં ડર છે. સુશાંત સિંહ રાજપૂત કેસને લઈ સુબ્રમણ્યમ સ્વામી હંમેશાથી જ ટ્વીટ કરતા રહે છે.

સુશાંત કેસના તપાસ રિપોર્ટથી બૉલીવુડના આતંકી કાર્ટેલનો પર્દાફાશ થશેઃ સુબ્રમણ્યમ સ્વામી
સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે ટ્વીટ કર્યું, આજે સંસદમાં મહારાષ્ટ્રના કેટલાક સાંસદોએ મને જણાવ્યું કે એમ્સની ઓટોપ્સી રિપોર્ટને લઈ બૉલીવુડના કેટલાય દાદાઓમાં ડર છે. એમ્સની સમીક્ષા, સીબીઆઈ, ઈડી, એનસીબી તપાસ બૉલીવુડમાં આતંકી કાર્ટેલનો પર્દાફાશ કરશે. કેટલાક મીડિયા સંસ્થાઓએ તપાસની દિશા બદલવા માટે મોટી ધનરાશિ લીધી છે.

ઝેર આપ્યું હોવાની વાત કરી
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી સુશાંતને ઝેર આપ્યું હોવાનો પણ દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઑટોપ્સીમાં જાણીજોઈને વિલંબ કરાયો હતો, જેથી સુશાંત સિંહના પેટમાં ઝેર ભળી જાય. સુબ્રમણ્યમ સ્વામીએ એમ પણ દાવો કર્યો હતો કે આના માટે જે કોઈપણ જવાબદાર લોકો છે, તેના પર કાર્યવાહી થવી જોઈએ.

AIIMS અને CBIની બેઠક ટળી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સના રિપોર્ટનો સૌકોઈ ઈંતેજાર કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત મામલાની તપાસ ઘણી હદ સુધી એમ્સના ઑટોપ્સી રિપોર્ટ પર ટકેલી છે. જો કે આ ઈંતેજાર વદુ લાંબો ચાલશે કેમ કે એમ્સના ડૉક્ટરોની સીબીઆઈ સાથે જે બેઠક થવાની હતી તે હવે મંગળવારે એટલે કે 22 સપ્ટેમ્બરે થશે.
સુશાંત સિંહના પરિવાર અને તેના ફેન્સ સહિત સુબ્રમણ્યમ સ્વામી પણ એવા લોકોમાં સામેલ છે જેમણે આ કેસ માટે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સીબીઆઈ તપાસ કરી રહી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
