ત્રિપુરામાં મોટો રોડ અકસ્માત, 29 જવાન ઘાયલ, બે ની હાલત ગંભીર
ત્રિપુરામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં બારામૂલા હિલ્સ પર થયેલ એક રોડ અકસ્માતમાં ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના 29 જવાન ઘાયલ થયા છે.
ત્રિપુરામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં બારામૂલા હિલ્સ પર થયેલ એક રોડ અકસ્માતમાં ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના 29 જવાન ઘાયલ થયા છે. આ દૂર્ઘટના પશ્ચિમી ત્રિપુરાના બારામૂલામાં બની છે. જેમાં ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સની 8 મી બટાલિયનના 29 જવાન ઘાયલ થઈ ગયા છે. આ બધા લોકો ધલાઈ જિલ્લાના લાલચેરા વિસ્તારથી પાછા આવી રહ્યા હતા. ત્યારે તેમની બસ રોડ અકસ્માતનો શિકાર થઈ ગઈ જેમાં 29 જવાન ઘાયલ થઈ ગયા. બધા ઘાયલોને જિલ્લાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ બધા જવાન ડ્યુટીમાં તૈનાત હતા. જવાન અગરતલાથી છત્તીસગઢ ચૂંટણીમાં ડ્યુટી પર જઈ રહ્યા હતા. ઘાયલ જવાનોમાં બે ની હાલત ગંભીર છે જેમને કોલકત્તા રિફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ મુખ્યમંત્રી બિપ્લવ દેબ ઘાયલોને મળ્યા બાદ હોસ્પિટલ પહોંચ્યા. ઘાયલોની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ કહ્યુ કે ડૉક્ટરો ઘાયલોની દેખરેખ રાખી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે જલ્દી આ લોકો સ્વસ્થ થઈ જશે.
Agartala: CM Biplab Deb reaches hospital to meet jawans of 8th battalion of Tripura State Rifles who were injured in bus accident in Baramura hills of West Tripura,says "Doctors are looking after them, I believe they'll be fine soon. Chief Secy, DG&other police officers are here" pic.twitter.com/r4wN6NCWaD
— ANI (@ANI) 22 October 2018
વળી, ત્રિપુરના ડીજીપીએ ઘટવા વિશે જાણકારી આપી કે બધા ઘાયલોમાં માત્ર બે ની હાલત ગંભીર છે. ડૉક્ટપરોએ તેમને કોલકત્તા રિફર કરી દીધા છે. તેમણે જણાવ્યુ કે આ બધા લોકો છત્તીસગઢ ચૂંટણી ડ્યુટી કરવા જઈ રહ્યા હતા.












Click it and Unblock the Notifications
