રાજીવ ગાંધીની જેમ પીએમ મોદીને પણ મારવાના ષડયંત્રનો ખુલાસો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ મારવાના ષડયંત્ર રચવાનો મામલો પુણે પોલીસ સામે આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ મારવાના ષડયંત્ર રચવાનો મામલો પુણે પોલીસ સામે આવ્યો છે. આ ખુલાસો નક્સલી ચિઠ્ઠી ઘ્વારા થયો છે ભીમા કોરેગાંવ હિંસા મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપી પાસે એક ચિઠ્ઠી મળી જેના આધારે પોલીસ ઘ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસ મુજબ આ ચિઠ્ઠીમાં પીએમ મોદીની હત્યા કરવાનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેવી રીતે 21 મેં 1991 દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની મૌત થયી હતી.
પુણે પોલીસે ગુરુવારે કોર્ટમાં જણાવ્યું કે તેમને બીમાં કોરેગાંવ હિંસા મામલે ધરપકડ કરવામાં આવેલા પાંચ લોકોમાંથી એક વ્યક્તિના ઘરમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. તેમાં કોડવૉર્ડ ભાષા ઉપયોગ કરવામાં આવી હતી. તેની પોલીસ જાંચ કરવામાં આવી ત્યારે આ વાતનો ખુલાસો થયો.

ફ્લેટ માં મળેલી ચિઠ્ઠી થી થયો ખુલાસો
પુણે પોલીસે ગુરુવારે કોર્ટમાં જણાવ્યું કે તેમને ભીમા કોરેગાંવ હિંસા મામલે રોના જેકબ વિલસન, સુધીર ઢાવલે, સુરેન્દ્ર ગાદલીયા સહીત 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચવાની ચિઠ્ઠી વિલસનના દિલ્હીના ફ્લેટથી મળી આવી છે.

આ લખ્યું હતું ચિઠ્ઠીમાં
આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં હિન્દૂ ફાસીવાદ આદિવાસીઓને બરબાદ કરી રહ્યો છે. ભાજપ એક પછી એક બધા જ પ્રદેશમાં સરકાર બનાવી રહ્યું છે જે મોટી પરેશાની ઉભી કરશે. મોદી રાજ ખતમ કરવા માટે કેટલાક મજબૂત પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું. કેટલાક કોમરેડ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ રાજીવ ગાંધી જેવા હત્યાકાંડ પર વિચાર કરી રહ્યા છે.

મોદીના રોડ શૉને ટાર્ગેટ
ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર મોદીના રોડ શૉને ટાર્ગેટ કરવું એક સારી રણનીતિ હોય શકે છે. આ ચિઠ્ઠીમાં કોઈ પણ ત્યાગ માટે તૈયાર રહેવાની વાત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
