For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ માઓવાદીઓએ 8 સરકારી ભવનો ઉડાવ્યા

|
Google Oneindia Gujarati News

naxal-opreation
જમુઇ, 11 એપ્રિલઃ બિહારમાં નક્સલ પ્રભાવિત જમુઇ અને ઓરંગાબાદ જિલ્લામાં બુધવારે રાત્રે નક્સલી હુમલામાં આઠ સરકારી ભવન ક્ષતિગ્રસ્ત થઇ ગયા. આ ઘટનાઓમાં કોઇ જાનહાની અંગેની કોઇ સુચના મળી નથી. પોલીસે જણાવ્યા પ્રમાણે 100થી વધુ સશસ્ત્ર નક્સલીઓએ ઓરંગાબાદ જિલ્લાના દેવ પોલીસ મથક વિસ્તારમાં મિશિરબિગહા ગામ સ્થિત સિંચાઇ વિભાગના ભવનોને વિસ્ફોટકોથી ઉડાવી દીધા. આ હુમલામાં ભવનોમાં સીઆરપીએફના જવાનોના રોકાણ અંગેની સુચના મળ્યા બાદ કરવામાં આવ્યું છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળથી એક કેન બોમ્બ પણ મળી આવ્યો છે, જેને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે. એક અન્ય ઘટનામાં નક્સલીઓએ જમુઇ જિલ્લાના ચંદ્રમંડી પોલીસ મથક વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે જેસીબી મશીનથી એક પંચાયત ભવનને ધ્વસ્ત કરવામાં આવ્યું છે. જમુઇના પોલીસ અધિક્ષક દીપક વર્ણવાલે ગુરુવારે જણાવ્યું કે થાડી ભીંસોદહ ગામમાં રાત્રે હથિયારબંધ નક્સલીઓએ હુમલો કરીને પંચાયત ભવનને જેસીબી મશીનથી ધ્વસ્ત કરી નાંખ્યું.

આ ઘટનામાં કોઇ જાનહાનીના વાવડ નથી. આ ઘટનામાં ભવનના ત્રણ રુમ અને એક છત સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. વર્ણવાલ અનુસાર, ઘટના બાદ નક્સલીઓને પકડવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે હાલના સમયમાં જમુઇ નક્સલી હુમલાઓથી ગ્રસ્ત છે. થોડા સમય પહેલા જ માઓવાદીઓએ રેલવે ટ્રેક ઉડાવી દીધો હતો જેનાથી મોટો હાદસો થતા બચ્યો હતો.

English summary
Maoists blow up 8 government buildings in Bihar's Jamui district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X