માઓવાદીઓનો SMSથી પ્રચાર : ચૂંટણીનો કરો બહિષ્કાર

પટણા, 31 માર્ચ : દેશમાં સૌપ્રથમવાર એવું બની રહ્યું છે કે આ લોકસભા ચૂંટણીમાં બિહાર અને ઝારખંડમાં માઓવાદીઓ મતદાનનો બહિષ્કાર કરવા એસએમએસથી સંદેશ પાઠવવાનું શરૂ કર્યું છે. આ અંગે સોમવારે પ્રદેશના પોલીસ અધિકારીએ માહિતી પાઠવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'માઓવાદીઓએ આગામી લોકસભા ચૂંટણીમાં લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરતા એસએમએસ મોકલી રહ્યા છે. આ એસએમએસ બલ્ક માત્રામાં મોકલવામાં આવી રહ્યા છે.'

mobile-sms

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 'આ એસએમએસ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા - માઓવાદી બોર્ડર ઝોનલ કમિટીના પ્રવક્તા અવિનાશના વતીથી મોકલવામાં આવી રહ્યા છે. એસએસએસમાં માઓવાદીઓએ કામદારો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વિકાસવાદી બૌધિકો, વરિષ્ઠ નાગરિકો, રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓને ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.'

સીપીઆઇ માઓવાદીઓએ તેની પાર્ટીની વિવિધ કેડરના નેતાઓ, વિવિધ યુનિટો જેમાં પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મીને એસએમએસ કરીને ઇલેક્શન દરમિયાન સુરક્ષા જવાનો પર હુમલા કરવા પણ જણાવ્યું છે. માઓવાદીઓએ જમુઇ, લખીસરાઇ, બાંકા, ગયા અને ઓરંગાબાદ જિલ્લાઓમાં પોસ્ટર છપાવીને ચૂંટણીનો બહિષ્કાર કરવા જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X