For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરાઠા આંદોલનની આગમાં ભડકી રહ્યુ છે પૂણે, વાહનો આગના હવાલે

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના લોકો માટે નોકરી અને શિક્ષણમા અનામતની માંગ અંગે ચાલી રહેલ આંદોલન 4 દિવસ પહેલા સમાપ્ત થઈ ગયુ હતુ પરંતુ એક વાર ફરીથી સોમવારે આની માંગ માટે પૂણેમાં હિંસક પ્રદર્શન કરાયુ.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના લોકો માટે નોકરી અને શિક્ષણમા અનામતની માંગ અંગે ચાલી રહેલ આંદોલન 4 દિવસ પહેલા સમાપ્ત થઈ ગયુ હતુ પરંતુ એક વાર ફરીથી સોમવારે આના માંગ અંગે પૂણેમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યુ અને લાખોની સંપત્તિને નુકશાન થયુ. પૂણેના ચાકણ અને ખેડમાં પ્રદર્શનકારીઓએ લગભગ 20 ગાડીઓને આગના હવાલે કરી દીધી અને 40 વાહનોને શ્રતિગ્રસ્ત કરી દીધા. આંદોલનકારીઓએ પૂણે-નાસિક હાઈવે જામ કરી દીધો. જ્યારે ભીડને નિયંત્રિત કરવા દરમિયાન ઝડપમાં 3 અધિકારીઓ સહિત 8 પોલિસકર્મી ઘાયલ થઈ ગયા.

મરાઠા આરક્ષણની માંગ અંગે પૂણેમાં હિંસક પ્રદર્શન

મરાઠા આરક્ષણની માંગ અંગે પૂણેમાં હિંસક પ્રદર્શન

ઔરંગાબાદમાં એક યુવક દ્વારા અનામતની માંગ માટે આત્મહત્યા કરાયા બાદથી જ આંદોલન હિંસક થઈ ગયુ હતુ અને આ દરમિયાન લાખોની સંપત્તિને નુકશાન પણ થયુ હતુ. બાદમાં મહારાષ્ટ્ર સરકારની કોશિશો બાદ મરાઠા સંગઠનોએ આંદોલન પાછુ ખેંચવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ફરીથી એક વાર પૂણે ચાકણમ વિસ્તારમાં હિંસક પ્રદર્શન બાદ કાયદો વ્યવસ્થા જાળવી રાખવી પોલિસ માટે પડકાર બની રહ્યો છે. મરાઠા સમાજ નોકરી અને શિક્ષણમાં 16 ટકા અનામતની માંગ કરી રહ્યા છે.

ભીડે વાહનોને કર્યા આગના હવાલે

ભીડે વાહનોને કર્યા આગના હવાલે

સોમવારે ચાકણ, રાજગુરુનગર અને ખેડમાં પ્રદર્શન શરૂ થયુ જ્યાં મોટી સંખ્યામાં લોકોને જોઈ પોલિસે ભારે સુરક્ષાની વ્યવસ્થા પણ કરી હતી. પરંતુ લગભગ 11.45 વાગે કેટલાક સ્થાનિક નેતાઓના સંબોધન બાદ ભીડે પૂણે-નાસિક હાઈવે જામ કરી દીધો. હજારોની સંખ્યામાં ભીડ સૂત્રોચ્ચાર કરતા તાલેગાવ ચોક તરફ આગળ વધવા લાગી. જોતજોતામાં ભીડે લગભગ 20 વાહનો આગના હવાલે કરી દીધા જેમાં મોટાભાગની બસો હતી.

વીડિયો ફૂટેજ જોઈને પોલિસ કરશે કાર્યવાહી

વીડિયો ફૂટેજ જોઈને પોલિસ કરશે કાર્યવાહી

ભીડ બેકાબૂ થતી જોઈ વધુ પોલિસબળની વ્યવસ્થા કરવામાં આવી. એક સીનિયર પોલિસ અધિકારીએ જણાવ્યુ કે ભીડે ખાનગી બસો પર પત્થરબાજી કરી જેમાં લગભગ 40 વાહનોને નુકશાન પહોંચ્યુ. જ્યારે ભીડને કાબુ કરવા માટે પોલિસે લાઠીચાર્જ કરવો પડ્યો અને હવાઈ ફાયરિંગ પણ કરવી પડી. અધિકારીએ જણાવ્યુ કે ઘટનાના વીડિયો ફૂટેજના આધારે કેસ ફાઈલ કરીને પોલિસ આગળની કાર્યવાહી કરશે.

English summary
maratha reservation stir: violence reported in chakan and khed, maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X