મરાઠવાડા માં રોજ 3 ખેડૂતો કરી રહ્યા છે આત્મહત્યા, 21 દિવસમાં 66 મૌત

Posted By:
Subscribe to Oneindia News

મરાઠવાડા અને ખેડૂતોની આત્મહત્યા જાણે એક સિક્કાની બે બાજુ બની ગયા છે. સરકાર ઘ્વારા ઉપેક્ષા, ખેતી ઉપજ ઉત્પાદન ખર્ચ અને તેના બદલામાં તેમને કોઈ પણ લાભ મળી રહ્યા નથી. આ બધું જ અંતે ખેડૂતોને આત્મહત્યા તરફ લઇ જઈ રહ્યું છે. મરાઠવાડા માં ખેડૂતોની આત્મહતાનો આંકડો ખુબ જ ભયાનક છે. અહીં રોજ ત્રણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

farmer

સરકાર ભલે ખેતી અને ખેડૂતો માટે ગમે એટલી યોજના વિશે જાહેરાત કરે પરંતુ આત્મહત્યા કરનાર ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે વધારો જ થઇ રહ્યો છે. છેલ્લા 21 દિવસોમાં મરાઠવાડા માં લગભગ 66 ખેડૂતો ઘ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. જો સરેરાશ જોવા જઇયે કે રોજ ત્રણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

હવે જો કુલ સંખ્યા જોવામાં આવે તો 25 માર્ચ સુધી મરાઠવાડામાં 221 ખેડૂતો આત્મહત્યા કરો ચુક્યા છે. ગયા વર્ષે આ આંકડો 191 હતો. પરંતુ આ વખતે તેમાં 30 જેટલો વધારો થયો છે. મરાઠવાડામાં થતી આત્મહત્યા એક ચિંતાનો વિષય ચોક્કસ બની રહ્યો છે.

English summary
Marathwada on an avarage three farmer commits suicide on day

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.