For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ નેતાઃ શું BJPમાં જઈને સચિન પાયલટ 45ની ઉંમરમાં PM બનવા ઈચ્છતા હતા?

રાજ્યના પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા માર્ગારેટ અલ્વાએ પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાદસ્થાનની રાજકીય ઉથલપાથલ હવે સંપૂર્ણપણે ખુલીને સામે આવી ગઈ છે. અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલ વિવાદ સતત વધી રહ્યો છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા માર્ગારેટ અલ્વાએ પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પર નિશાન સાધ્યુ છે. માર્ગારેટ અલ્વાએ સચિન પાયલટને પૂછ્યુ કે શું ભાજપમાં જઈને તે 45 વર્ષની ઉંમરમાં પ્રધાનમંત્રી બનવા ઈચ્છતા હતા? રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઘટનાક્રમ પર પૂર્વ કેન્દ્રીય મંત્રી માર્ગારેટ અલ્વાએ સચિન પાયલટ પર જોરદાર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે જ્યારે આખો દેશ કોવિડ-19 મહામારી સામે લડી રહ્યો છે અને ચીન સાથે સીમા પર ગતિરોધ ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી બનાવવાની પાયલટની માંગ ક્યાં સુધી વાજબી છે? તેમણે કહ્યુ કે કોંગ્રેસે રાજસ્થાનમાં ચૂંટણીમાં બહુમતની સરકાર બનાવી હતી જેમાં સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી જ બનાવવામાં આવ્યા ઉપરાંત ચાર મહત્વપૂર્ણ વિભાગ આપવામાં આવ્યા. તેમને પ્રદેશ અધ્યક્ષ પદ પર પણ ચાલુ રાખવામાં આવ્યા.

'શું ભાજપમાં જઈને 45ની ઉંમરમાં પીએમ બનવા ઈચ્છતા હતા'

'શું ભાજપમાં જઈને 45ની ઉંમરમાં પીએમ બનવા ઈચ્છતા હતા'

અલ્વાએ કહ્યુ કે 25 વર્ષની ઉંમરમાં સચિન પાયલટ કોંગ્રેસમાં શામેલ થયા. 26 વર્ષની ઉંમરમાં સાંસદ બન્યા. બે વાર કેન્દ્રીય મંત્રી રહ્યા. પ્રદેશ અધ્યક્ષ બન્યા, પછી ઉપ મુખ્યમંત્રી બન્યા. 25થી 41 વર્ષ સુધીની ઉંમરની સફરમાં શું કોઈ બીજાને આટલુ બધુ મળ્યુ છે? હવે તમે બોલી રહ્યા છો કે મને મુખ્યમંત્રી બનાવો. જો ગહેલોતજી સાથે કામ નહોતા કરવા માંગતા તો ઉપમુખ્યમંત્રી પદેથી ત્યાગપત્ર આપીને પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કરી શકતા હતા. આ બધુ કરવાની શું જરૂર હતી?

15 ધારાસભ્યો લઈને તમે મુખ્યમંત્રી બનવા માંગો છોઃ અલ્વા

15 ધારાસભ્યો લઈને તમે મુખ્યમંત્રી બનવા માંગો છોઃ અલ્વા

અલ્વાએ કહ્યુ કે મને લાગે છે કે કોઈ સ્ટારે ધીરજવાન હોવુ જોઈએ. આટલી જલ્દીમાં તમે ક્યાં પહોંચવા માંગતા હતા. 42 વર્ષની ઉંમરમાં મુખ્યમંત્રી અને 45 વર્ષની ઉંમરમાં પ્રધાનમંત્રી બનવા ઈચ્છતા હતા, તમે ભાજપમાં જઈને. તમે ભણેલા ગણેલા છો, તમે લોકપ્રિય છો, બધુ બરાબર છે પરંતુ ધીરજ પણ હોવી જોઈએ. 15 ધારાસભ્ય લઈને તમે મુખ્યમંત્રી બનવા માંગો છો. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે પાર્ટીની અંદર જો કોઈ મતભેદ કે વિવાદ હોય તો એનુ સમાધાન કાઢવુ જોઈએ અને તેના માટે યોગ્ય મંચ પણ છે. તેમણે કહ્યુ કે અનુશાસનાત્મક સમિતિ છે.. વર્કિંગ કમિટી છે..મહાસચિવ છે. શું કરી રહ્યા છે બધા? બધી વસ્તુઓ સોનિયાજીના માથે નાખીને.. તમે લોકો શું કરી રહ્યા છો?

રાહુલના નેતૃત્વમાં બનશે નવી ટીમઃ માર્ગારેટ અલ્વા

રાહુલના નેતૃત્વમાં બનશે નવી ટીમઃ માર્ગારેટ અલ્વા

અલ્વાએ કહ્યુ કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાની યુવા ટીમ બનાવવાનો મોકો આપવો જોઈએ ત્યારે જ પાર્ટીમાં નવો દ્રષ્ટિકોણ અને નવુ જોશ આવશે. તેમણે કહ્યુ કે આજે દેશની વસ્તીમાં 50 ટકા ભાગ 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોનો છે અને આ યુવા મતદારોની પોતાની આશાઓ તેમજ આકાંક્ષાઓ છે. અલ્વાએ કહ્યુ કે આપણી પાર્ટીમાં આજે જે કાર્ય સમિતિમાં બેઠા છે, તેમની સરેરાશ ઉંમર શું છે? ચાર, પાંચને છોડી દઈએ તો બધા 75થી 85ની આસપાસના લોકો છે. આ લોકો રાહુલજીને આગળ નથી આવવા દઈ રહ્યા.

ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી સામે ઈડીએ દાખલ કરી નવી ચાર્જશીટભાગેડુ વેપારી મેહુલ ચોક્સી સામે ઈડીએ દાખલ કરી નવી ચાર્જશીટ

English summary
Margaret Alva asks Sachin Pilot aspiring to become pm by 45 years of age by joining BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X