શહીદની પત્નીએ જોઈન કરી આર્મી, બન્યાં લેફ્ટનન્ટ
શહીદનાં પત્ની આર્મીમાં જોડાયાં, જાણીને ગર્વથી છાતી ફૂલી જશે
જમ્મુઃ આર્મીમાં જોડાઈને દેશ માટે જાન કુરબાન કરનાર શહીદો માટે તેમના પરિવાર સહિત સમગ્ર દેશને તેમના પર ગર્વ હોય છે પણ હાલમાં જ નીરુ સામ્બ્યાલ નામની યુવતીએ દાખવેલી હિમ્મત વિશે જાણીને તેમના પ્રત્યે તમારું માન વધી જશે અને સલ્યૂટ કરવાનું મન થઈ જશે. જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં રહેતા નીરુ સામ્બ્યાલના પતિ રાઈફલમેન રવિંદર સામ્બ્યાલ 2મે 2015ના રોજ રેજિમેન્ટ સાથે ડ્રિલ દરમિયાન શહીદ થઈ ગયા હતા. કોલેજમાં એનસીસીનું C સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર નીરુને 9 સપ્ટેમ્બરે આર્મી ઑર્ડિનેન્સ કોરમાં લેફ્ટનન્ટ બનાવવામાં આવ્યાં છે. એમણે 2017માં સેનાની પરીક્ષા આપી હતી અને ચેન્નઈ સ્થિત ઑફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં સખ્ત ટ્રેનિંગ પૂરી કરી.

દીકરીથી મળી સેનામાં સામેલ થવાની પ્રેરણા
નીરુ કહે છે કે 2મે 2015ના રોજ એમણે પતિને ગુમાવી દીધા હતા, એ દિવસ એમની જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો. પતિના મૃત્યુ બાદ એમની જિંદગી મુશ્કેલ થઈ ગઈ હતી, પરંતુ થોડો સમય બાદ એમણે ખુદને સંભાળ્યાં. આર્મી જોઈન કરવા પાછળ નીરુ જણાવે છે કે તેની દીકરીથી પ્રેરણા મળી હતી. નારૂ રાજપૂત પરિવારમાંથી આવે છે, એમની સામે સામાજિક બંધનોના કેટલાય પડકાર ઉભા જ હતા, પરંતુ એમના સાસુ-સસરાએ એમનો રસ્તો સહેલો કરી દીધો.

બહેનની સફળતાથી ખુશ છે ભાઈ
નીરુએ સેનામાં સામેલ થવા અંગે સૌથી પહેલા પોતાની સાસુ સાથે વાત કરી હતી, જેમણે નીરુને હિમ્મત આપી. નીરુના બાઈ વરિંદર સિંહ સલાથિયા સાંબા જિલ્લાના ગુરહા-સલાથિયા ગામમાં રહે છે અને એરફોર્સમાં છે. વરિંદર પણ બહેન સેનામાં સામેલ થવા પર બહુ ખુશ છે.

2013માં થયાં લગ્ન
નીરુ અને રવિંદરના લગ્ન 2013માં થયાં. લગ્નનાં હજી માત્ર 3 વર્ષ જ થયાં છે કે સર્વિસ દરમિયાન એક ડ્રિલમાં રવિંદર શહીદ થઈ ગયા. નીરુ મુજબ એમના પતિની રેજિમેન્ટથી હંમેશા એમના પરિવારને મદદ મળી છે. નીરુએ કહ્યું કે કાલે મને કંઈ થઈ જાય તો એ લોકો મારી દીકરી માટે ત્યાં ઉભા હશે એ મને પૂરો વિશ્વાસ છે.












Click it and Unblock the Notifications
