MDHના ધર્મપાલ ગુલાટીએ દુનિયાને કહી અલવિદા, જાણો કોણે શું કહ્યુ
રાજનેતાથી લઈને અભિનેતા સુધી સૌ મસાલા કિંગ ધર્મપાલ ગુલાટીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
નવી દિલ્લીઃ એમડીએચ(MDH)મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીએ 98 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમણે ગુરુવારે સવારે લગભગ 5.30 વાગે દિલ્લીની માતા ચાનન દેવી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે તે ઘણા દિવસોથી બિમાર હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. વર્ષ 1919માં પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા ધર્મપાલ ગુલાટી 1947ના ભાગલા બાદ ભારત આવ્યા હતા. તેમના નિધન પર દેશમાં શોકની લહેર છે. રાજનેતાથી લઈને અભિનેતા સુધી સૌ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ, ધર્મપાલજી ખૂબ જ પ્રેરણાદાયક વ્યક્તિત્વ હતા. તેમણે પોતાનુ જીવન સમાજ માટે સમર્પિત કરી દીધુ. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ધર્મપાલ ગુલાટી સાથેનો ફોટો શેર કરીને કહ્યુ, ભારતના સૌથી વધુ પ્રેરણાદાયક ઉદ્યમી, એમડીએચના માલિક ધર્મપાલ મહાશયનુ આજે સવારે નિધન થઈ ગયુ. મને ક્યારેય તેમના જેવા પ્રેરક અને ઝિંદાદિલ વ્યક્તિ નથી મળ્યા. તેમના આત્મને શાંતિ મળે.
ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યુ, દુઃખદ...ધર્મપાલજી લગભગ દરેક ભારતીય પરિવારના સભ્ય હતા. ઓમ શાંતિ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યુ, દેશના મસાલાની સુગંધને આખા વિેશ્વમાં ફેલાવનનાર, પદ્મભૂષણ પુરસ્કારથી સમ્માનિત મહાશય ધર્મપાલ ગુલાટીજીના નિધનથી અત્યંત દુઃખ થયુ. પોતાની ઉદ્યમિતાથી સ્વદેશી તેમજ આત્મનિર્ભરતા સાથે જ તેમણે સામાજિક કાર્યોનો એક આદર્શ સ્થાપિત કર્યો. ઈશ્વર તેમનો મોક્ષ આપે. ઓમ શાંતિ.
અભિનેતા સૌરભ રાજ જૈને કહ્યુ, મને યાદ છે જ્યારે મે ફ્લાઈટમાં તેમના જીવન અને તેમની કંપની વિશે એક લેખ વાંચ્યો હતો, હું ખરેખર આશ્વર્યચકિત હતો, ખૂબ જ પ્રેરણાદાયક. ઓમ શાંતિ. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ, પદ્મશ્રી ધર્મપાલ ગુલાટીજીના નિધન વિશે જાણીને ખૂબ દુઃખ થયુ, જેમને MDH દાદાજીના નામથી ઓળખવામાં આવે છે. તે ભારતના ઉદ્યમી યાત્રાના એક ચમકતા પ્રકાશ હતા જેમણે MDH મસાલાને એક પ્રતિષ્ઠિક બ્રાંડમાં બદલી દીધી. તેમને તેમના પરોપકારી કાર્યો માટે હંમેશા યાદ કરવામાં આવશે. ઓમ શાંતિ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
