કર્ણાટકમાં 60 વર્ષથી વધુ વયના લોકો માટે માસ્ક પહેરવુ ફરજિયાત
Covid-19 Sub Variant JN.1: કોરોનાનો ખતરો ફરી એકવાર દસ્તક આપી રહ્યો છે. કોરોના JN.1ના નવા વેરિઅંટના જોખમને ધ્યાનમાં રાખીને, કર્ણાટક સરકારે વરિષ્ઠ નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેમને હ્રદય રોગ, કિડનીની બીમારી હોય અથવા તાવ, શરદી વગેરે હોય તેમણે માસ્ક પહેરવું ફરજિયાત છે.
કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું કે કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે કે કેરળમાં કોરોના સબવેરિયન્ટ JN.1નો કેસ પ્રકાશમાં આવ્યા બાદ, મંગળવારે આ સંદર્ભમાં એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે અમે સલાહકાર સમિતિ સાથે બેઠક કરી છે. બેઠકમાં અનેક મહત્વના પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક TAC ચીફ રવિની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં ભાવિ રણનીતિ શું હોવી જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે આ મામલે કેન્દ્ર સરકાર સાથે પણ ચર્ચા કરી છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી તૈયારીઓ માટે પહેલાથી જ સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારને સરહદી જિલ્લાઓમાં તકેદારી વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે. કોડાગુ, મેંગલુરુ, ચામરાજનગર જેવા સરહદી જિલ્લાઓને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકો માટે ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેનાથી જ જાણી શકાશે કે દરરોજ કોરોના સંક્રમણના કેટલા કેસ સામે આવી રહ્યા છે. જો કે, આરોગ્ય મંત્રીએ કહ્યું કે લોકોએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
નવા વેરિઅન્ટની ગંભીરતા આગામી 2-3 દિવસમાં જાણી શકાશે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જો વધુ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળશે તો જ નિષેધાત્મક પગલાં લેવામાં આવશે. પરંતુ અત્યારે એવી સ્થિતિ નથી, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
