For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મસૂદ અઝહર, હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહિમ, લખવી યુપીએ એક્ટ હેઠળ આતંકી ઘોષિત

મસૂદ અઝહર, હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહિમ અને જકી ઉર રહેમાન લખવીને યુપીએ એક્ટ હેઠળ આતંકી ઘોષિત કરી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મસૂદ અઝહર, હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહિમ અને જકી ઉર રહેમાન લખવીને યુપીએ એક્ટ હેઠળ આતંકી ઘોષિત કરી દેવામાં આવ્યા છે. એક્ટમાં ફેરફાર બાદ આ આતંકીઓ સામે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે આમને આતંકી ઘોષિત કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે જૂનમાં યુપીએ 2019 સંસદમાં પાસ થયુ છે. આ કાયદો સરકારને સશક્ત બનાવે છે કે તે કોઈ વ્યક્તિ વિશેષને આતંકવાદી ઘોષિત કરી શકે. સરકારનુ કહેવુ છે કે આતંકવાદ સામે ભારતીય કાયદાને આંતરરરાષ્ટ્રીય કાયદાના સ્તરને કડક બનાવવા માટે આ કાયદાને લાવવામાં આવ્યા છે.

masood azhar

મસૂદ અઝહર

સૂદ અઝહર જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનનું પ્રમુખ છે. સંયુક્ત રાષ્ટ્ર આ સંગઠનને બ્લેક લિસ્ટ કરી ચૂક્યુ છે. મસૂદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાં છે. મસૂદને ભારતે 1994માં પોર્ટુગલના નકલી પાસપોર્ટ પર પ્રવાસ માટે ધરપકડ કરવામાં આવી હતી. 1999માં કંધાર વિમાન અપહરણના સમયે તેને ભારતે મુક્ત કરવો પડ્યો હતો. આતંકી હાફિઝ મોહમ્મદ સઈદ લશ્કર એ તૈયબાનો સંસ્થાપક છે. તે લાહોરથી પોતાની ગતિવિધિ ચલાવી રહ્યો છે. મુંબઈની 26/11 હુમલાના ષડયંત્રમાં મુખ્ય રીતે તેનો હાથ માનવામાં આવે છે. દાઉદ ઈબ્રાહિમ મુંબઈ રહેવાસી હતા. માનવામાં આવે છે કે વર્તમાન સમયમાં તે પાકના કરાંચીમાં છે દાઉદને 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ ધમાકાનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. ત્યારથી તે ફરાર છે. લશ્કર એ તૈયબાનો કમાંડર જકીઉર રહેમાન લખવી મુંબઈ હુમલાનો ષડયંત્રકર્તાઓમાં છે. આ પણ પાકિસ્તાનના પંજાબનો રહેવાસી છે અને કથિત રીતે પોતાના સંગઠનની આતંકી સંગઠનની ગતિવિધિઓને અંજામ આપવા માટે ત્યાંથી જ સક્રિય છે.

આ પણ વાંચોઃ જે વ્યક્તિએ બનાવ્યો હતો રાનૂ મંડલનો વાયરલ Video, તેને મળી આ મોટી જવાબદારીઆ પણ વાંચોઃ જે વ્યક્તિએ બનાવ્યો હતો રાનૂ મંડલનો વાયરલ Video, તેને મળી આ મોટી જવાબદારી

English summary
masood azhar hafiz saeed dawood ibrahim zaki ur lakhvi declare terrorist under upa act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X