For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ આજથી માતા વૈષ્ણોદેવીની યાત્રા બંધ, આંતરરાજ્ય બસોનુ પરિવહન બંધ

કોરોના વાયરસના કારણે આજથી શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા બંધ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે આજથી શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા બંધ કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરથી આવતી અને જતી બધી આંતરરાજ્ય બસોના પરિચાલન પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી સમાચાર એજન્સી એએનઆઈએ જમ્મુ કાશ્મીરના સૂચના અને જનસંપર્ક વિભાગના હવાલાથી આપી છે. આ પહેલા કાલે એટલે કે મંગળવારે વૈષ્ણોદેવી ધામ સ્થિત અર્ધકુંવારી પ્રાકૃતિક ગુફાને બંધ કરી દેવામાં આવી હતી.

mata vaishno devi

આ સાથે જ મંગળવારે શ્રીનગર એનઆઈટી સાથે જમ્મુમાં આઈઆઈટી અને આઈઆઈએમને બંધ કરવામાં આવ્યુ છે. હોસ્ટેલોને કાલી કરાવીને છાત્રોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. વાયરસથી બચાવ માટે સરકાર દરેક જરૂરી પગલા લઈ રહી છે. મુબારક મંડી ડોગરા આર્ટ-મ્યૂઝિયમ અને શ્રીનગર એસપીએસ મ્યૂઝિયમને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે. સચિવાલયમાં પણ લોકોની અવરજવર રોકી દેવામાં આવી છે.

જમ્મુ અને કઠુઆમાં ડીસી ઓફિસમાં સામાન્ય લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. લોકોને કાર્યાલયની બહાર બૉક્સ લગાવીને ફરિયાદો લેવામાં આવી રહી છે. શ્રીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ બધા શાળાઓ, કોલેજ, વિશ્વવિદ્યાલય, કોચિંગ સેન્ટર અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ કરી દેવામાં આવી છે. લોકો એક જગ્યાએ એકઠા ન થઈ શકે આના માટે હોટલ અને કેન્ટીન પણ બંધ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં ભારત સહિત આખી દુનિયા કોરોના વાયરસનો સામનો કરી રહી છે. દેશમાં અત્યાર સુધી આના 147 કેસની પુષ્ટિ થઈ ચૂકી છે જ્યારે 3 મોત નીપજ્યા છે. જમ્મુ કાશ્મીરમાં પણ 3 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યાછે. આ વાયરસ જેને કોવિડ-19 નામ આપવામાં આવ્યુ છે, તે ચીનના વુહાન શહેરથી ગયા વર્ષે ડિસેમ્બરમાં ફેલાવો શરૂ થયો હતો. આનાથી અત્યાર સુધી દુનિયાભરમાં સાત હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા લગભગ એક લાખ 70 હજાર છે.

આ પણ વાંચોઃ ઉદ્યમીઓની પીએમને અપીલ: કોરોના વાયરસ ભેદભાવ નથી કરતો, દેશમાં લૉકડાઉનની જરૂરઆ પણ વાંચોઃ ઉદ્યમીઓની પીએમને અપીલ: કોરોના વાયરસ ભેદભાવ નથી કરતો, દેશમાં લૉકડાઉનની જરૂર

English summary
mata vaishno devi yatra has been closed today all inter state buses operation ban coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X