દહેગામ નરોડા હાઇવે પર ત્રિપલ એક્સિડન્ટમાં ત્રણનાં મોત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દહેગામ નરોડા હાઇવે પર ત્રિપલ એક્સિડન્ટમાં ત્રણનાં મોત

દહેગામ નરોડા હાઇવે પર ત્રિપલ એક્સિડન્ટમાં ત્રણનાં મોત

અમદાવાદ નજીક આવેલા દહેગામ નરોડા હાઇવે ઉપર વડોદરા પાટિયા તથા ગલુદણ પાટિયા વચ્ચે સ્કોર્પીયો, ઇકો વાન તથા સીએનજી રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર મુસાફરોમાંથી બે મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્રણેયનાં મૃતદેહોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે આ અકસ્માતમાં ઘાયલ અન્ય 5 લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેનને હટાવાય તેવી શક્યતા

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેનને હટાવાય તેવી શક્યતા

ગુજરાતમાં અછત અંગેની સ્થિતિની ચર્ચા કરવા આનંદીબેન વડાપ્રધાનને મળવા દિલ્હી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં જ વડાપ્રધઆન મોદીએ આનંદીબહેનને સીએમ પદેથી હટી જવા સૂચના આપી દીધી છે. જોકે આ અગાઉ પણ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ થઈ હતી, તેથી આ વાતમા કેટલો દમ છે તે તો સંજોગો જ જણાવશે. આ તમામ બાબતો પાછળ ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રી અનાર તથા જમાઈ દ્વારા કરાઈ રહેલા ભ્રષ્ટાચારને કારણે હવે આનંદીબેન પટેલને ઘરભેગા થવું પડે તેવી સ્થિતિ બની ચૂકી છે.

ઘોઘંબામાં કૂવામાં ખાબકેલા રાષ્ટ્રીય પક્ષી મોરને રેસક્યૂ કરી બચાવાયો

ઘોઘંબામાં કૂવામાં ખાબકેલા રાષ્ટ્રીય પક્ષી મોરને રેસક્યૂ કરી બચાવાયો

ઘોઘંબાના ગાંઠ ગામમાં એક મોર 150 ફૂટ ઉંડા પાણીમાં ખાબક્યો હતો. સોમવારે બપોરે ગામના બે યુવાનો કૂવામાં મોર ફસાયો હતો તે જોયું હતું. સતત બે બે દિવસ સુધી મોર બહાર ન નીકળતા ગામના સરપંચે જાતે દોરડા બાંધી કૂવામાં ઉતર્યા હતા અને બે કલાકની જહેમત બાદ મોરને સુરક્ષિત બહાર કાઢ્યો. ત્યાર બાદ વન વિભાગના કર્મચારીઓ મોરને ઓફીસે લઇ ગયા ત્યાં પાણી અને ખોરાક આપતા મોર ધીરે ધીરે સ્વસ્થ બન્યો હતો.

અમરેલીમાં માછલીઓના અભાવે માછીમારો એક મહિનો વહેલી બોટ લાંગરી

અમરેલીમાં માછલીઓના અભાવે માછીમારો એક મહિનો વહેલી બોટ લાંગરી

માછીમારોને દરિયામાં માછલી મળતી નથી અને માછીમારોનો ખર્ચ વધી જતો હોવાને પરિણામે માછીમારોએ 15 જૂનને બદલે એક મહિનો વહેલી બોટ લાંગરીને અમરેલીના દરિયા કાંઠે બોટ લાંગરીને વેકેશન પાડી દીધું છે. સામાન્ય રીતે ચોમાસાના આગમન સમયે સરકારી સૂચના અનુસાર 15-જૂનથી માછીમારી બંધ કરવાની હોય છે. ઉલ્લેખનીય છેકે અમરેલી જાફરાબાદના દરિયાકાંઠે માછીમારો માછીમારી કરીને બહોળી આવક મેળવે છે પરંતુ આ વર્ષે માછલીઓની સંખ્યા ઘણી ઓછી રહેતા માછીમારોને ભારે નુક્શાન વેઠવું પડી રહ્યું છે.

જેએનયૂમાં દેશવિરોધી સૂત્રોચ્ચારના વીડિયો સાચા છેઃ રિપોર્ટ

જેએનયૂમાં દેશવિરોધી સૂત્રોચ્ચારના વીડિયો સાચા છેઃ રિપોર્ટ

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં લાગેલા દેશવિરોધી સૂત્રોચ્ચારનો વીડિયો તપાસ માટે એફએસએલમાં મોકલાયો હતો. ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબે આ ચારેય વીડિયાનો રિપોર્ટ જાહેર કર્યો છે. એફએસએલના રિપોર્ટ મુજબ આ ચારેય વીડિયો સાચા છે.

 મેઘરજના ભેમાપુરમાં ખેલાયું પાણી યુદ્ધ, તલવારો ઝિંકાઈ

મેઘરજના ભેમાપુરમાં ખેલાયું પાણી યુદ્ધ, તલવારો ઝિંકાઈ

મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે પાણીના મુદ્દે ઉશ્કેરાયેલા એક વ્યક્તિએ ખેડૂતના માથે તલવાર ઝીંકી દીધી હતી. પોલીસે આ ગુનામાં બે આરોપીઓને પકડી લીધા હતા. જ્યારે ભાગી છૂટેલા અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ભેમાપુર- સાથરિયા ગામના સવાભાઇ રામાભાઇ કટારા રવિવારે સાંજે તેમના ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. ત્યારે કાળુભાઇ સમેત બે લોકોએ "તમે કેમ મારી રીંગથી પીવાનું પાણી ના પાડવા છતાં વાળી રહયા છો ?" તેવું કહીને ઝઘડો કર્યો હતો. અને હાથમાં લાકડીઓ લઇ ખુલ્લી તલવાર લઇ ખેતરના શેઢે દોડી આવ્યા હતા.

નાના ભાઇની સાળીના પ્રેમમાં મોટાભાઈએ કર્યો આપઘાત

નાના ભાઇની સાળીના પ્રેમમાં મોટાભાઈએ કર્યો આપઘાત

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા સંત રોહિદાસનગરમાં રહેતા પચ્ચીસ વર્ષીય યુવક કમલેશ પરમાર નામના યુવકે સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કારણ પ્રેમપ્રકરણ તેમજ મોટી વય સુધી અપરિણીત રહેવાનું હતુ. મૃતક કમલેશે સ્યૂસાઇડ નોટમાં લખ્યુ હતું કે 'હું એને ભૂલી નથી શકતો' .પ્રેમમાં નિષ્ફળતાને કારણે જીવન ટૂંકાવ્યું હોવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો હતો કહેવાય છે કે કમલેશને તેના નાના ભાઈની સાળીથી પ્રેમ હતો.

પ્રવાસીઓને લીધા વિના જ ફ્લાઇટ ઉપડી પડી

પ્રવાસીઓને લીધા વિના જ ફ્લાઇટ ઉપડી પડી

કોચીથી મુંબઇ જઇ રહેલ સ્પાઇસ જેટલી ફ્લાઇટ એસજી 154 પ્રવાસીઓ વિના જ ઉપડી પડી. એરપોર્ટની બસમાં તમામ પ્રવાસીઓ એરપોર્ટ જઇ રહ્યા હતા અને વરસાદ પડી ગયો. જેને પગલે 20 મિનિટ સુધી બસની ઉભી રાખી દેવી પડી હતી. જો કે ફ્લાઇટ ટાઇમ થઇ જતાં 40 જેટલા પેસેન્જર્સને લીધા વિના જ ઉપડી ગઇ હતી.

કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દઇશુંઃ સ્વામી

કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દઇશુંઃ સ્વામી

બીજેપી નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કલમ 370 અંગે પોતાની પ્રતિક્રિયા આપી. કહ્યું કે આગામી વર્ષના અંત સુધીમાં મોદી સરકાર કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમને સમાપ્ત કરી દેશે. ઉપરાંત વર્ષના અંત સુધીમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણું કાર્ય શરૂ કરવાનો પણ વાયદો કર્યો.

દિલ્હીઃ ભાજપ કરતા કોંગ્રેસને વધુ બેઠક મળી

દિલ્હીઃ ભાજપ કરતા કોંગ્રેસને વધુ બેઠક મળી

દિલ્હી એમસીડીની પેટા ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસના હાથની લપડાક ખાવી પડી છે. આપને તેહખંડ, મટિયાલ, વિકાસનગર, બલ્લીમારન અને નાનકપુર મળી પાંચ મળી છે. કોંગ્રેસે ઝિલમિલ, ખીચડીપુર, કમરૂદ્દીન અને મુનિરિકા મળી ચાર બેઠકો મળી. જ્યારે ભાજપને નવાદા, શાલીમારબાગ બેઠક મળી ઉપરાંત ભાટી બેઠક અપક્ષને મળી.

ISIએ કાશ્મીરમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું

ISIએ કાશ્મીરમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું

પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI જમ્મુ-કાશ્મીરમાં મોટા હુમલાનું કાવતરૂ ઘડી રહ્યું છે. આ અંગે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓને ઇનપુટ મળ્યા છે. ISIએ પોકમાં ગત અઠવાડિયે જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોએબા અને હિઝબુલ મુઝાહિદ્દીન સાથે મીટિંગ કરી.

પાણી માટે ટળવળતા સૂઇ ગામની કેનાલમાં પડ્યું ગાબડું

પાણી માટે ટળવળતા સૂઇ ગામની કેનાલમાં પડ્યું ગાબડું

ગુજરાતના છેવાડે આવેલું સૂઇ ગામ પાણી માટે ટળવળી રહ્યું છે ત્યારે વિવિધ ગામડાઓમાં પાણી પહોંચાડવા માટે વેજપુર ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ભરપૂર પાણી છોડાતાં તેમાંથી નીકળતાં પાણીને કારણે લીંબુણી માઇનોર કેનાલોમાં જુદા જુદા સાત થી પાંચ સ્થળોએ ગાબડાં પડ્યા હતા અને તેના પરિણામે હજારો લિટર ચોખ્ખુ પાણી વહી ગયું હતું. જેના કારણે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

12 સાયન્સનું પરિણામ આવ્યું બહાર, 79.03 ટકા પરિણામ

12 સાયન્સનું પરિણામ આવ્યું બહાર, 79.03 ટકા પરિણામ

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ બહાર આવી ચૂક્યું છે. કુલ પરિણામ 79.03 ટકા છે. વિદ્યાર્થીઓનું પરિણામ 77.97 છે અને વિદ્યાર્થીઓનું પરિણામ 80.95 ટકા આવ્યું છે. સાથે જ સૌથી વધુ પરિણામ રાજકોટનું આવ્યું છે. અને એ1 ગ્રેડ સાથે કુલ 763 બાળકો પાસ થાય છે. તો વળી અંગ્રેજી માધ્યની ટકાવાર 86.41 છે જ્યારે ગુજરાતી માધ્યમની ટકાવારી 77.62 ટકા છે. જેણે કેટલાક વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી તો કેટલાકના ચહેરા પર દુખ લાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X