અમરેલીમાં 11 વર્ષીય કિશોરને સિંહે ફાડી ખાધો, માત્ર પગ જ મળ્યા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમરેલીમાં 11 વર્ષીય કિશોરને સિંહે ફાડી ખાધો, માત્ર પગ જ મળ્યા

અમરેલીમાં 11 વર્ષીય કિશોરને સિંહે ફાડી ખાધો, માત્ર પગ જ મળ્યા

અમરેલી તાલુકાના મેડી તરવડા ગામના મધુભાઇ સોલંકી પોતાના 11 વર્ષીય પુત્ર જયેશ સાથે વાડીમાં બહાર ખાટલામાં સૂતા હતા ત્યારે વહેલી સવાર સિંહે જયેશ ઉપર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાના કારણે જયેશે અવાજ કરતા તેના પિતાએ સાવજના મોમાંથી પોતાના પુત્રને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો પણ સિંહ તેને ખેંચી ગયો હતો. જે બાદ સવારે માત્ર પગ અને સાથળના ટુકડા મળી આવ્યા હતા. દીકરાના આવા મોતથી પરિવાર આઘાત અને શોકમાં ડૂબી ગયો હતો.

 કલાજગતમાં વધુ એક પ્રખ્યાત અભિનેતા પી, ખરસાણીનું અવસાન

કલાજગતમાં વધુ એક પ્રખ્યાત અભિનેતા પી, ખરસાણીનું અવસાન

કલાજગતના ધૂરધંર કહી શકય એવા આ કલાકાર પ્રાણલાલ દેવજીભાઇ ખરસાણી જેઓ પી.ખરસાણીના નામ વધારે પ્રખ્યાત હતા. તેઓનું શુક્રવારે 90 વર્ષની વયે નિધન થયુ હતું. કલોલના ભાટવાડામાં 19 જૂન 1926 ના રોજ જન્મેલા પી. ખરસાણીને ગત મહિને જ તેમને હનુમંત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભવાઇથી માંડી શેરીના નાટક, રેડિયો, રંગમચ અને ફિલ્મો સફળતાપૂર્વક કામ કરીને તેમણે લોકોને હાસ્યમાં તરબોલ કર્યા હતા. ખરસાણી ફિલ્મ જગતમાં દાદા તરીકે જાણીતા હતા. પી.ખરસાણીએ 75 થી વધુ નાટકો અને 100 થી વધુ ફિલ્મોમાં અનેક ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું હતું. પી.ખરસાણીના જીવનને ઉજાગર કરતું નાટ્યશૈલીનું પુસ્તક પી.ખરસાણીનો વેશ પણ પ્રગટ થયું હતું.

અમદાવાદમાં ગૌ રક્ષાદળના કાર્યકરો ઉપર કસાઇઓનો જીવલેણ હુમલો

અમદાવાદમાં ગૌ રક્ષાદળના કાર્યકરો ઉપર કસાઇઓનો જીવલેણ હુમલો

અમદાવાદમાં રખિયાલ ચાર રસ્તા પાસે ગઈ રાતે હિન્દુ ગૌ રક્ષાદળના સાત કાર્યકરો પર કસાઈઓએ જીવલેણ હુમલો કર્યો હતો. કસાઈઓ ગત રાત્રે વાછરડા ભરેલી ગાડી લઈ જઈ રહ્યા હતા ત્યારે ગૌરક્ષાદળના કાર્યકરોએ તેમનો પીછો કર્યો હતો. ત્યારે તેમનાથી બચવા કસાઈઓએ ગુપ્તી અને ધારિયા જેવા ઘાતક હથિયારથી સાત જેટલાં ગૌરક્ષકો પર હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત દિનેશ પટેલ અને નિલેશ મોદીને અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગરમીના પ્રકોપથી દહેગામ પીએસઆઇના પુત્ર સહિત રાજ્યમાં 14 ના મોત

ગરમીના પ્રકોપથી દહેગામ પીએસઆઇના પુત્ર સહિત રાજ્યમાં 14 ના મોત

શુક્રવારે રાજ્યમાં કુલ 15નાં મોત નોંધાયા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 7, અમદાવાદમાં 4, છોટાઉદેપુરમાં 2, ગોંડલમાં 1 અને દહેગામમાં 1 વ્યક્તિનું લૂ લાગવાથી મોત થયું હતું. ગરમીના કારણે ઉત્તર ગુજરાતમાં 7,અમદાવાદ 4,છોટા ઉદેપુર 2,ગોંડલ 1, દહેગામ 1 વ્યક્તિનું મોત થયું હતું. રાજ્યમાં 46. 6 ડિગ્રીના તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું હતું. તેમજ હીટ સ્ટ્રોકના વધારે 21 કેસ નોંધાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X