• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુરતનો પ્રતિક માનાણીએ ધોરણ 10માં 99.99% સાથે રાજ્યમાં પ્રથમ

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સુરતનો પ્રતિક માનાણીએ ધોરણ 10માં 99.99% સાથે રાજ્યમાં પ્રથમ

સુરતનો પ્રતિક માનાણીએ ધોરણ 10માં 99.99% સાથે રાજ્યમાં પ્રથમ

આજે ધોરણ 10નુ પરિણામ જાહેર થયું હતું. તેમાં રાજ્યમાં પ્રથમ રહેવામાં સુરતનો વિદ્યાર્થી મેદાન મારી ગયો હતો. સુરતની આઈએન ટેકરાવાળા સ્કૂલના વિદ્યાર્થી પ્રતિક ગિરીશભાઈ માનાણીએ ધોરણ 10માં 99.99 પર્સેન્ટાઈલ સાથે 96.50 ટકા પ્રાપ્ત કર્યા છે. ધોરણ-10માં રાજ્યમાં નંબર વન રહેલા પ્રતિકના પિતાએ જણાવ્યું હતું કે, હું તો ધોરણ-10માં નાપાસ થયો હતો. પરંતુ આજે મારા દીકરાએ રાજ્યમાં પ્રથમ આવીને મને અપાર આનંદ અને ખુશી આપી છે.

રાત્રે 3 વાગ્યે જાહેર કરવામાં આવ્યું, ધોરણ 10નું 67.05 ટકા પરિણામ

રાત્રે 3 વાગ્યે જાહેર કરવામાં આવ્યું, ધોરણ 10નું 67.05 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર બોર્ડનું ધોરણ 10નું 67.05 ટકા પરિણામ જાહેર કર્યું છે જે ગત વર્ષ કરતા પાંચ ટકા વધારે છે. આ વર્ષે સૌથી વધુ પરિણામમાં સુરત જિલ્લો મોખરે રહ્યો હતો. સુરત જિલ્લાનું સૌથી વધુ 71.77 ટકા પરિણામ તો સૌથી ઓછું નર્મદા જિલ્લાનું 32. 56 ટકા પરિણામ નોંધવામાં આવ્યું છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સુપાસી (ગિરસોમનાથ): 98.02 ટકા રહ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપરાંત www.gipl.net પર પણ પરિણામ જાણી શકશે. માર્કશીટનું વિતરણ 26મીના રોજ કરાશે. પરિણામ આવ્યા બાદ અસંતુષ્ટ વિદ્યાર્થીઓ તારીખ 26મેથી 7 જૂનની વચ્ચે ઓનલાઇન અરજી કરી શકશે. તથા પરિણામ બાબતે કોઇ મુશ્કેલી અંગે ટોલ હેલ્પલાઇન નંબર 1800 233 5500 પર ફોન માર્ગદર્શન મેળવી શકશે.

ફરવા ગયા હતા મળી પણ મોત, અકસ્માતમાં પાંચના મોત

ફરવા ગયા હતા મળી પણ મોત, અકસ્માતમાં પાંચના મોત

નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે નં.8 પર ગણેશ સિસોદરા ગામની સીમમાં આર.ટી.ઓ. ઓફિસ નજીક મહિન્દ્ર પીકઅપ નં.જીજે-5-બીવી-7932 ડિવાઈડર પર ચઢી જતા હાઈવે પરથી પસાર થતી ગટરલાઈનની દિવાલમાં ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરતના વરિયાવ વિસ્તારના બાળકો સહિત 22 જણાંને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ત્રણ બાળકો સહિત પાંચ જણાંના મોત નીપજ્યા હતા. સુરતના વરિયાવ વિસ્તારના માછીવાડમાંથી બધા ભેગા મળીને આશરે 25 જેટલા લોકો દમણ હરવા ફરવા ગયા હતા. અને પરત ફરતા ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા હતા.

પેટલાદમાં વાહન પાર્ક કરવાની નજીવી બાબતે ધિંગાણું અને પત્થરમારો

પેટલાદમાં વાહન પાર્ક કરવાની નજીવી બાબતે ધિંગાણું અને પત્થરમારો

પેટલાદ શહેરમાં ટ્રેક્ટરને ઓવરટેક કરવા તથા પાર્કિગ કરવા બાબતે બે યુવકો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને બે કોમના ટોળાં સામસામે આવી જઈ સતત અડધા કલાક સુધી પથ્થરમાર્યો કર્યો હતો. વિફરેલાં ટોળાંએ બે મકાનો સહિત ગાડીને આગ ચાંપવાનો પ્રયાસ જ્યારે એક મકાનમાં ઘૂસી જઈ તોડફોડ કરી હતી. આ બનાવની જાણ થતાં જ શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, તેમ છતાં પરિસ્થિતિ થાળે ન પડતાં વધુ પોલીસ મંગાવીને ત્રીસ જેટલાં ટીયરગેસ શેલ છોડયા હતા. બનાવ સંદર્ભે મોડી રાત્રે સામસામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી કુલ 12 શખ્સોની ધરપકડ કરી હતી.

અસમમાં સર્વાનંદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

અસમમાં સર્વાનંદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

અસમમાં આજે બીજેપીના નેતૃત્વ વાળી સરકારે શપથ ગ્રહણ કરી. મુખ્યમંત્રી તરીકે સર્વાનંદ સોનેવાલના આ શપથ ગ્રહણ કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા.

સુરતમાં સ્કોડા કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

સુરતમાં સ્કોડા કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

સુરતના પાર્લે પોઈન્ટ ઓવરબ્રિજ ઉપર સોમવારની રાત્રે લક્ઝુરિયસ સ્કોડા કાર લઇને જઈ રહેલા દિવ્યેશભાઇની કાર અચાનક ભડભડ સળગી જતાં લોકો તે જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આ દુર્ધટનામાં કોઇ જાનહાનિ ન થ તા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. કારના એસીમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગેલી કાર આગમાં હોમાઈ ગઈ હતી. આગ લાગતા જ ફાયરને જાણ કરવામાં આવી હતી પરંતુ તે પહેલા જ કારમાં મોટા પાયે આગ ફેલાઈ ગઈ હતી.

પ્રેમઅંધમાંએ 10 મહિનાની દીકરીને ગળાફાંસો આપ્યો!

પ્રેમઅંધમાંએ 10 મહિનાની દીકરીને ગળાફાંસો આપ્યો!

જામનગરમાં આડા સંબંધઓમાં ભાન ભૂલેલી માતાએ પોતાની 10 મહિનાની માસૂમ બાળકીને ગળે ફાંસો આપવાનો પ્રય્તન કર્યો હતો. જોકે મહિલાનો પતિ જાગી જતા તેણે દીકરીને લઇને દવાખાના તરફ દોટ મૂકી હતી. રીના બા નામની મહિલાના લગ્ન જામનગરના અને વકીલાતનો વ્યવસાય કરતાં દિલીપસિંહ જાડેજા સાથે બે વર્ષ પહેલા થયાં હતાં. આ દરમિયાનમાં સંતાનમાં પરિધિ નામની પુત્રીનો પણ જન્મ થયો હતો. હાલ રીનાબાને અમદાવાદના ઘનશ્યામ પટેલ નામના યુવાન સાથે પ્રેમ સબંધ હોવાને કારણ રીના બા ઘનશ્યામ સાથે રહેવા માંગતી હતી અને આ સંબંધમાં તેની 10 માસની પુત્રી નડતરરૂપ થતી હોવાનું માની પુત્રીને ફાંસો આપી તે મૃત્યુ પામી હોવાનું માની રીનાબા નાસી છૂટી હતી. આ અંગે પતિએ જ પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી.

લો બોલો, હાઇવેને રન-વૅ સમજી બેઠા પાયલટ

લો બોલો, હાઇવેને રન-વૅ સમજી બેઠા પાયલટ

અમદાવાદથી જયપુર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને પાયલટ રનવે સમજીને રોડ પર જ ઉતારવાની તૈયારીમાં હતા. પ્લેન રોડથી આશરે 900 ફૂટની ઊંચાઈ પર હતું. વોર્નિંગ સિસ્ટમને કારણે અનેક લોકોના જીવ બચી ગયા છે. આ મામલે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને બે પાયલટને સસ્પેન્ડ કરી દીધા.

કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કર્યા

કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કર્યા

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ફરી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા. કહ્યું કે બંને પક્ષ પતિ-પત્નીની જેમ એક બીજાના રહસ્યો છૂપાવી રાખે છે. દેશમાં ભાજપ અને કોંગ્રેસે જ માફિયારાજ ચાલુ કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો.

દરિયામાં સશસ્ત્ર સીમા બળના જવાનો દ્વારા વોટર સ્પોર્ટસનો પ્રારંભ

દરિયામાં સશસ્ત્ર સીમા બળના જવાનો દ્વારા વોટર સ્પોર્ટસનો પ્રારંભ

દરિયામાં એસ.એસ.બી. ના જવાનો વ્યવસ્થિત તાલીમ મેળવી શકે તે માટે પોરબંદરના દરિયાની પસંદગી કરવામાં આવી છે. આશરે 50 જેટલા જવાનો આ તાલીમ દરમિયાન કેનોઈંગ, વિન્ડ સર્ફિંગ, રોઈંગ, પેરાગ્લાઈડીંગ, વોટર બોટ, સ્નોકીંગ અને સ્કૂબા ડાઈવ જેવા પાણીના કરતબ બતાવ્યા હતા જે જોઇને લોકો ખુશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 15 દિવસ સુધી સશસ્ત્ર સીમા બલના જવાનો વોટર એડવેન્ચર સ્પોર્ટસની તાલીમના માધ્યમથી વિવિધ કવાયતો હાથ ધરશે. આજે સશસ્ત્ર સીમા બલના ડી.આઈ.જી. પી.કે. ગુપ્તાની ઉપસ્થિતિમાં વોટર એડવેન્ચર સ્પોર્ટસની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આતંકીઓ સામે લડવા તલવાર ઉઠાવવી પડેઃ શિવસેના

આતંકીઓ સામે લડવા તલવાર ઉઠાવવી પડેઃ શિવસેના

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે ભારત પર આક્રમણ કરવાની ધમકી આપી છે. આ ધમકી આપનાર યુવાનો થાણેના મુંબ્રા-કલ્યાણ વિસ્તારોના વતની છે. ત્યારે શિવસેનાએ કહ્યું કે આતંકવાદની તલવારનો સામનો કરવા ક્ષત્રીય ધર્મ જ અપનાવવો પડે.

આનંદો, 100 યુનિટ સુધી વીજળી મફત મળશે

આનંદો, 100 યુનિટ સુધી વીજળી મફત મળશે

જયલલિતાએ શપથ લીધાની સાથે જ તમિલનાડૂની જનતાને ઘણી રાહત આપી. જયાએ ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત 100 યુનિટ કરતાં ઓછી વીજળી વાપરતા 78 લાખથી વધુ ગ્રાહકોને વીજબિલમાંથી માફી અપાશે.

જૈશ-એ-મોહમ્મદના કમાંડર સહિત 2 આતંકી ઠાર

જૈશ-એ-મોહમ્મદના કમાંડર સહિત 2 આતંકી ઠાર

શ્રીનગરના મહારાજા બજાર વિસ્તારમાં આતંકીઓ સામે ઘર્ષણ થયું હતું. સુરક્ષાકર્મીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાંડર સહિત 2 આતંકીને ઠાર માર્યા. બાતમીને આધારે સુરક્ષાદળોએ સર્ચ અભિયાન શરૂ કર્યું હતું.

માલ્યા પર દર મહિને 90 કરોડનું વ્યાજ ચઢી રહ્યું છે

માલ્યા પર દર મહિને 90 કરોડનું વ્યાજ ચઢી રહ્યું છે

માલ્યા પાસેથી નાણાં વસૂલ કરવા માટે ઇડીએ એક રણનિતી ઘડી છે.

જે અંતર્ગત દેશમાં માલ્યાની સ્થિર અને ચાલુ મિલકતને જપ્ત કરવામાં આવશે. છેલ્લા 10 મહિનામાં જ માલ્યા પર 900 કરોડ વ્યાજ ચઢી ગયું છે.

નીટ લાગુ નહીં થાય, વટહુકમને રાષ્ટ્રપતિની મંજૂરી

નીટ લાગુ નહીં થાય, વટહુકમને રાષ્ટ્રપતિની મંજૂરી

નીટ અંગે કેન્દ્રિય કેબિનેટે મંજૂર કરેલા વટહુકમને રાષ્ટ્રપતિએ મંજૂરીની મ્હોર મારી દીધી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમે ફરજિયાત નીટ કરવાનો આદેશ આપતા ગુજરાત સહિતના રાજ્યોમાં વિરોધ નોંધાયો હતો. જો કે કેન્દ્ર સરકારે વર્ષ પૂરતી નીટની પરીક્ષાને મરજિયાત કરતો વટહુકમ બહાર પાડ્યો હતો.

English summary
may 24 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more