• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી દેશના પીએમ છે, શહેનશાહ નહીંઃ સોનિયા ગાંધી

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદી દેશના પીએમ છે, શહેનશાહ નહીંઃ સોનિયા ગાંધી

મોદી દેશના પીએમ છે, શહેનશાહ નહીંઃ સોનિયા ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પીએમ મોદી પર પ્રહારો કર્યા. સરકારના બે વર્ષ પૂર્ણ થતાં કરવામાં આવી રહેલી ઉજવણીની સોનિયા ગાંધીએ ટિકા કરી હતી. કહ્યું કે દેશના ખેડૂતો પરેશાન છે અને સરકાર ઉજવણીમાં વ્યસ્ત છે.

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળી શકે

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળી શકે

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે કોઇ સર્વસંમતિ નથી. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ આ બાબતે માહિતી આપી હતી. આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા બાદ આ માંગ કરી છે. છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસના રાજ દરમિયાન ક્યારેય દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાની માગ નથી ઉઠી.

કોલકાતાઃ ચાલુ કારમાં નરાધમોએ કર્યો ગેંગરેપ

કોલકાતાઃ ચાલુ કારમાં નરાધમોએ કર્યો ગેંગરેપ

સૉલ્ટલેક વિસ્તારમાં ચાલુ કારે 26 વર્ષીય એક મહિલા સિંગર સાથે નરાધમોએ ગેંગરોપ કર્યો. ત્રણ કલાક સુધી ગેંગરેપ કર્યા બાદ નરાધમો પીડિતાને લોહીલૂહાણ હાલતમાં રસ્તાપર ફેંકીને જ ફરાર થઇ ગયા હતા. પોલીસે નરાધમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

અમૂલ ડેરીના એમ.ડી. પાસેથી રવિ પૂજારી ગેંગે માંગી ખંડણી

અમૂલ ડેરીના એમ.ડી. પાસેથી રવિ પૂજારી ગેંગે માંગી ખંડણી

અમુલ ડેરીના એમ. ડી. આર. એસ સોઢીને 25 કરોડની ખંડણી માટે ધમકી મળી છે. ધમકી આપનાર ગેંગે રવિ પૂજારી ગેંગના હોવાનું કહીને ખંડણીની માંગ કરી છે. ધમકીને પગલે સોઢીને ક્રાઈમબ્રાંચને અરજી કરી છે, જેના આધારે તેમની સુરક્ષા સધન કરીને તપાસ શરૂ કરાઈ છે.

હાર્દિકે ગૃહમંત્રી રજનીકુમારને લખ્યો પત્ર

હાર્દિકે ગૃહમંત્રી રજનીકુમારને લખ્યો પત્ર

હાર્દિક પટેલે રાજ્યના ગૃહમંત્રી રજની પટેલને એક પત્ર લખીને જેલના કેદીઓને અમુક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે. પત્રમાં હાર્દિકે 14વર્ષ જેલની સજા કાપી ચૂકેલા કેદીઓને છોડવા, ઘરે ફોન પર બધાને એકવાર વાત કરવા દેવા, અને ઘરના ટિફિનની પરવાનગી આપવાની માંગણી કરી છે. હાર્દિકે લખ્યું હતું કે છેલ્લાં 8 મહિનામાં કહેવાતાં કેદી તરીકે રાજ્યની 4-5 જેલમાં જવાનું થયું છે અને તેના અનુભવ બાદ હું આપને આ પત્ર લખી રહ્યો છું. આજ સુધી કેદીઓ માટે કોઈપણ પ્રકારના સારા પગલાં લેવામાં આવ્યા નથી. જેલવાસ દરમિયાન લોકોએ મને રજૂઆત કરી છે અને મેં પણ જોયું છે કે, 50 ટકા નિર્દોષ લોકો પોતે ગરીબ હોવાના કારણે સજા કાપી રહ્યાં છે તેવા ઉલ્લેખ પણ તેણે આ પત્રમાં કર્યો છે.

ગડકરીએ સોમનાથ -ભાવનગર ધોરીમાર્ગનું કર્યું ખાતમુર્હુત

ગડકરીએ સોમનાથ -ભાવનગર ધોરીમાર્ગનું કર્યું ખાતમુર્હુત

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભગવાન સોમનાથના સાનિધ્યમાં ભાવનગર-સોમનાથ વચ્ચેના 256 કિ.મી. રોડનું ફોર લેનમાં રૂપાંતરીત કરવા માટેના કામનુ ખાત મુર્હુત કર્યું હતું. નીતિન ગડકરી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 4800 કરોડ ફાળવવામાં આવ્યા છે, ભાવનગરથી સોમનાથ વચ્ચેના ચાર માર્ગીય નેશનલ હાઇ-વેમાં નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા 24 મોટા પૂલ, 129 નાના પૂલ, 330 કોઝ-વે, 4 રેલવે પૂલ, 5 ફ્લાય ઓવર, 19 બાયપાસ રોડ બનાવવામાં આવશે આ રાષ્ટ્રીય ધોરી માર્ગને પરિણામે અકસ્માતનું પ્રમાણ ઘટશે. નીતિન ગડકરી આણંદ ખાતે ઇરમાના પાત્રીસમાં પદવીદાન સમારંભમાં પણ હાજર રહ્યા હતા.

નાસિકથી સુરત જતી બસ ખાડામાં પડતા 43 લોકો ઇજાગ્રસ્ત

નાસિકથી સુરત જતી બસ ખાડામાં પડતા 43 લોકો ઇજાગ્રસ્ત

નાસિકથી સુરત તરફ લકઝરી બસ નં. જી.જે.3 એ.ડબલ્યુ 9926 જઇ રહી હતી. આ દરમિયાન સોમવારે સવારે 4.30 કલાકે કપરાડા તાલુકાના માંડવા ગામના તડકેશ્વર મંદિર પાસેના વળાંક પાસે ખાનગી બસના ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ખાડામાં પટકાઇ હતી. બસ મુખ્ય માર્ગથી ખાડામાં ઉતરી જતાં બસમાં સવાર 45 જેટલા મુસાફરોને ઇજા થઇ હતી. આ બનાવની જાણ કરાતાં જ કપરાડા પોલીસ અને 108 એમ્બુલેન્સની ટીમ સ્થળ પર ઘસી આવી હતી. ઘાયલ મસાફરોને સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી.

વડોદરામાં ડિમોલિશનમાં ફરી એક વાર ટોળાએ કરી આગચંપી, સિટી બસ સેવા થઈ બંધ

વડોદરામાં ડિમોલિશનમાં ફરી એક વાર ટોળાએ કરી આગચંપી, સિટી બસ સેવા થઈ બંધ

આજવા રોડ પર સુલેમાની ચાલમાં પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર ડિમોલિશન માટે પહોંચ્યુ હતુ. જોકે ત્યાં ટોળા એકત્ર થવાના શરૂ થયા હતા અને બાદમાં ટોળાએ પથ્થરમારો કરીને પોલીસને નિશાનો બનાવ્યો હતો. ટોળાએ પોલીસ વાન અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કરવાની સાથે ટાયરને સળગાવ્યા હતા. ચારથી પાંચ વાહનોને પણ આગ ચાંપી હતી. તેમજ મહાનગર પાલિકા સંચાલિત વીટકોસની બસને પણ અટકાવીને તેમાં તોડફોડ કરીને આગ આંપી દીધી હતી.પોલીસે મામલો થાળે પાડવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.તંત્રએ તે વિસ્તારમાં સીટીબસ સેવા અટકાવી દીધી છે

40 ફૂટના વીજથાંભલાએ લીધો ત્રણ વર્ષના માસૂમનો ભોગ

40 ફૂટના વીજથાંભલાએ લીધો ત્રણ વર્ષના માસૂમનો ભોગ

મહેસાણા અમદાવાદ હાઇવે પર મેવડ ટોલનાકા પરથી સોમવારે જઈ રહેલા પાટણના દંપતી પર 40 ફુટનો સ્ટ્રીટ લાઇટનો વિજથાંભલો પડતા તેમના ત્રણ વર્ષના બાળક પ્રાહિલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ હતું. જ્યારે દંપતીને ઇજા થતા સારવાર માટે ખસેડ્યા હતા.તાલુકા પોલીસે અકસ્માત અંગે નોંધ કરી છે. નોંધનીય છે કે નિયમ મુજબ ટોલનાકા પર રાખવી પડતી એમ્બ્યુલન્સ પણ રિપેરિંગ માટે મોકલવામાં આવી હતી. જેથી સારવારમાં પણ વિલંબ થયો હતો.

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો

ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઓડિસા, દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદ થયો હતો. ઉત્તર પ્રદેશમાં વરસાદ સાથે આવેલા વાવાઝોડાના પગલે 12 લોકોનાં મોત થયાં છે. હવામાન ખાતાએ દેશભરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

કાશ્મીરના ડોડામાંથી આતંકીઓનો સફાયો

કાશ્મીરના ડોડામાંથી આતંકીઓનો સફાયો

જમ્મુ--કાશ્મીરના ડોડા જિલ્લાના ચિરાલાના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ સર્ચ અભિયાન કર્યું હતું. જવાનોએ આતંકીઓના અડ્ડાઓનો સફાયો કરી જંગી માત્રામાં હથિયારો કબ્જે કર્યાં. જો કે આતંકીઓ નાસી છૂટ્યા હોયો તેવી માહિતી મળી છે.

સત્ય નાદેલા મળ્યા મોદીને

સત્ય નાદેલા મળ્યા મોદીને

માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાદેલા ભારતની મુલાકાતે આવ્યા છે. મોદીએ જણાવ્યું કે નાદેલા સાથે આઇટીના વિવિધ આયામો અને શક્યતાઓ અંગે ચર્ચા થઇ. ઉપરાંત નાદેલાએ ભારતીય કોર્પોરેટ કંપનીઓના 150થી વધુ એક્ઝિક્યુટિવ્સ સાથે સંવાદ કર્યો હતો.

જમીન માટે કપુત્રે કરી પિતાની હત્યા

જમીન માટે કપુત્રે કરી પિતાની હત્યા

કેરળના ચેગત્રૂરમાં 36 વર્ષીય શખ્સે પોતાના જ પિતાની હત્યા કરી લાશના કટકા કરી દીધા હતા. હત્યારો શેરીન જ્હોને આઇટી કંપનીમાં નોકરી કરે છે. પોલીસે શેરીન જ્હોનની ધરપકડ કરી હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધ્યો છે.

English summary
may 31 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more