મોદીના વખાણ કરનારા સાંસદથી માયાવતી નારાજ!

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની હિન્દુ રાષ્ટ્રવાદી અને પપ્પીના બચ્ચાવાળા નિવેદન પર બસપાના વરિષ્ઠ નેતા અને સાંસદ બહાદૂર સિંહ મોદીના સમર્થનમાં આગળ આવ્યા હતા.
તેમને જણાવ્યું હતું કે મોદીના પપ્પીના બચ્ચાની ટિપ્પણીથી એવું સાબિત થાય છે કે તેઓ ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને જે લોકો તેમની પર હુમલો કરી રહ્યા છે તેઓ રાષ્ટ્રવિરોધી છે. તેમણે જણાવ્યું કે મોદીએ કોઇના પણ અંગે કોઇ ખોટી ટિપ્પણી કરી ન્હોતી, તેમણે માત્ર પોતાના દિલની વાત લોકો સુધી પહોંચાડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સમાચાર એજન્સી રોયટરને ઇન્ટર્વ્યુ આપ્યું હતું. જેમાં તેમણે ગુજરાતના 2002ના રમખાણો અંગે ખુલીને વાત કરી હતી. જેમાં તેમને એવું પૂછાયું હતું કે રમખાણોમાં જે લોકાના જીવ ગયા તેનાથી તમને અફસોસ છે?
જેના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે 'મે કોઇ ગૂનો કર્યો નથી કે ચોરી કરતા પકડાયો નથી તો મને શા માટે હતાશા કે અફશોસ થાય. આપણે રસ્તે કાર લઇને જતા હોય અને પપ્પીનું બચ્ચું કાર નીચે આવી જાય તો પણ આપણો જીવ બળે છે.'












Click it and Unblock the Notifications
