રાહુલ પર માયાવતીનો વાર, ‘લઘુત્તમ આવકની ગેરેન્ટી છળકપટ છે'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દરેક ગરીબને લઘુત્તમ આવકની ગેરેન્ટીના નિવેદન પર નિવેદનબાજીનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દરેક ગરીબને લઘુત્તમ આવકની ગેરેન્ટીના નિવેદન પર નિવેદનબાજીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ છે કે રાહુલ ગાંધીના નિવદેનથી આખો દેશ ચક્તિ અને આશંકિત છે. રાહુલે લોકસભા ચૂંટણી પહેલા આ રીતનું નિવેદન લોકોને લલચાવવા માટે આપવામાં આવ્યુ છે.

એક જ થાળીના ચટ્ટા-બટ્ટા છે ભાજપ-કોંગ્રેસ
માયાવતીએ કહ્યુ કે આ પહેલા કોંગ્રેસની સરકારોમાં ખાસ કરીને ગરીબી હટાવોનું સૂત્ર આપવામાં આવતુ રહ્યુ છે. વળી, ભાજપ સરકારે પણ બરાબર આવુ જ વચન આપ્યુ હતુ. ભાજપ સરકારે વિદેશથી કાળુ નાણુ પાછુ લાવવા અને ગરીબોના ખાતામાં 15 લાખ રૂપિયા આપીને સારા દિવસો લાવવાનું વચન આપ્યુ હતુ કે જે જનતા માટે કોઈ છળકપટથી અને વચનભંગથી કમ નહોતુ. કોંગ્રેસ અને ભાજપ બંને આ મામલે એક થાળીના ચટ્ટા-પટ્ટા છે.
રાહુલ ગાંધીએ આપ્યુ હતુ નિવેદન
તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે જો તેમની પાર્ટીની સરકાર બની તો દેશના બધા ગરીબોને લઘુત્તમ આવકની ગેરેન્ટી આપવામાં આવશે. દરેક ગરીબ વ્યક્તિને દર મહિને 1500થી 1800 રૂપિયા સીધા બેંક ખાતામાં આપવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
