For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, પેટાચૂંટણી એકલા લડવાનું એલાન

બસપા પ્રમુખ માયાવતીએ સપાથી અલગ થવાનું એલાન કર્યુ છે. બસપા ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા સીટો માટે યોજાનારી પેટાચૂંટણીમાં એકલા લડશે.

|
Google Oneindia Gujarati News

બસપા પ્રમુખ માયાવતીએ સપાથી અલગ થવાનું એલાન કર્યુ છે. બસપા ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા સીટો માટે યોજાનારી પેટાચૂંટણીમાં એકલા લડશે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજીની માયાવતીએ કહ્યુ, 'લોકસભા ચૂંટણીમાં સપા અને બસપા ગઠબંધન કરીને સાથે લડ્યા પરંતુ પરિણામો અપેક્ષા મુજબ ન આવ્યા. સપાના મતદારો એટલે કે યાદવ સપા સાથે ટક્યા નહિ અને ઘાત કરીને ભાજપમાં ટ્રાન્સફર થયા. એટલે ઉત્તર પ્રદેશમાં બસપાએ એકલા જ પેટાચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.'

આ પણ વાંચોઃ સમગ્ર ભારત ગરમીથી ત્રસ્ત, આકાશમાંથી વરસી રહ્યા આગના ગોળા, પારો 48ને પારઆ પણ વાંચોઃ સમગ્ર ભારત ગરમીથી ત્રસ્ત, આકાશમાંથી વરસી રહ્યા આગના ગોળા, પારો 48ને પાર

યાદવ સપા સાથે નથી

યાદવ સપા સાથે નથી

ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ માયાવતીએ કહ્યુ કે યાદવ મતો સપા સાથે નથી રહ્યા. ત્યાં સુધી કે અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને તેમના પરિવારના સભ્ય ધર્મેન્દ્ર યાદવ અને અક્ષય યાદવ પણ હારી ગયા. એવામાં જ્યારે યાદવ મત સપાને જ મત નથી આપી રહ્યા તો અમને કેવી રીતે ટ્રાન્સફર થતા. માયાવતીએ કહ્યુ કે સોમવારે દિલ્લીમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક બાદ તેમણે નિર્ણય કર્યો કે અલગ થઈને ચૂંટણી લડવામાં આવે. ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા સીટો, ધારાસભ્યોના સાંસદ ચૂંટાયા બાદ ખાલી થઈ છે.

સંબંધ સંપૂર્ણપણે ખતમ નથી પરંતુ..

સંબંધ સંપૂર્ણપણે ખતમ નથી પરંતુ..

માયાવતીએ સપાથી અલગ થવાની વાત તો કહી પરંતુ સાથે કહ્યુ કે અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલે તેમનુ ખૂબ માન્યુ છે અને બહુ સમ્માન આપ્યુ છે. તેમની સાથે સંબંધ જળવાઈ રહેશે પરંતુ રાજકારણની પોતાની જરૂરિયાતો છે. સાથે તેમણે કહ્યુ કે સપા સાથે સંબંધ સંપૂર્ણપણે ખતમ નથી થયો પરંતુ સપાને હજુ બહુ મહેનત કરવાની જરૂર છે. જો ભવિષ્યમાં સપા સાથે તેમના મત જોડાયા તો અમે સંબંધ આગળ વધારી શકીશુ.

ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં મળી હાર

ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં મળી હાર

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં સપા, બસપા અને રાલોદ વચ્ચે ગઠબંધન થયુ હતુ. બસપાને 38, સપાને 37 અને રાલોદે ત્રણ સીટો પર ચૂંટણી લડી પરંતુ ત્રણે પક્ષો મળીને 15 સીટો જ જીતી શક્યા. બસપા 10 સીટો પર જ જીતી શકી જ્યારે સપાને માત્ર 5 સીટો મળી. ભાજપને 62 સીટો પર જીત મળી.

English summary
mayawati break the bsp sp alliance relation with akhilesh yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X