માયાવતીએ કોઇ દલિતને આગળ નથી આવવા દીધા: રાહુલ
નવી દિલ્હી, 8 ઓક્ટોબર: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી પર પ્રહાર કરતા આરોપ લગાવ્યા છે કે તેમણે પોતાની આગળ કોઇપણ દલિત નેતાને આગળ આવવા નથી દીધા.
રાહુલ ગાંધીએ અત્રે અનુસૂચિત જાતિ સશક્તિકરણ પર રાષ્ટ્રીય જાગૃતતા શિબિરને સંબોધિત કરતા જણાવ્યું કે દલિત આંદોલનના બીજા ચરણમાં દલિત વર્ગના નેતાઓની પ્રોગ્રેસ બંધ થઇ ગઇ છે. માયાવતીએ દલિત વર્ગના નેતૃત્વ પર કબ્જો જમાવી લીધો છે અને નવા નેતાઓને આગળ નથી આવવા દીધા.

વાલ્મીકી સમાજના એક અન્ય સમ્મેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકોનું કહેવું છે કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદ્દો છે, પરંતુ આ બદી સામે લડત આપનાર સૌથી મોટો હથિયાર માહિતીના અધિકારનો કાયદો આપના કોંગ્રેસ જ છે.












Click it and Unblock the Notifications
