For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂમિ અધિગ્રહણ મામલે માયાવતીને મળી હાઈકોર્ટથી રાહત

ભૂમિ અધિગ્રહણ મામલે બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીને મોટી રાહત મળી છે. નોઈડાના બાદલપુર ગામમાં જમીન અધિગ્રહણ મુક્ત કરાવીને વેચવાના આરોપમાં ઈલાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ભૂમિ અધિગ્રહણ મામલે બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીને મોટી રાહત મળી છે. નોઈડાના બાદલપુર ગામમાં જમીન અધિગ્રહણ મુક્ત કરાવીને વેચવાના આરોપમાં ઈલાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે સંદીપ ભાટી નામના અરજદારે ઈલાહાબાદ હાઈકોર્ટમાં બસપા સુપ્રિમો સામે અરજી દાખલ કરીને જમીન ગેરકાયદેસર નિર્માણની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી હતી. આ મામલે હાઈકોર્ટે સુનાવણી સુનાવણી કરીને અરજીને ફગાવી દીધી છે.

mayawati

2017 માં કોર્ટે માયાવતીના પિતા અને ભાઈને નોટિસ આપી હતી. આરોપ હતો કે 47433 વર્ગમીટર ખેતીવાળી જમીનને વસ્તીવાળી જમીન બતાવીને કરોડોના વળતરના ગોટાળાનો આરોપ છે. આ મામલે અરજદાર સંદીપ ભાટીએ બસપા સુપ્રિમો સામે અરજી કરીને સીબીઆઈની તપાસની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ મેહુલ ચોક્સીની ધરપકડ માટે CBI એ એન્ટીગુઆ સરકારને પત્ર લખ્યોઆ પણ વાંચોઃ મેહુલ ચોક્સીની ધરપકડ માટે CBI એ એન્ટીગુઆ સરકારને પત્ર લખ્યો

આ પહેલા તાજ કોરિડોર મામલો

તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2002 માં બસપા સુપ્રિમો માયાવતીએ તાજની સુંદરતા વધારવાના નામે 175 કરોડ રૂપિયાની પરિયોજનાઓ લોન્ચ કરી હતી. બસપા સુપ્રિમો પર આરોપ હતો કે પર્યાવરણ મંત્રાલયથી લીલી ઝંડી મળ્યા વિના જ સરકારી ખજાનાથી 17 કરોડ રૂપિયા રિલીઝ પણ કરી દેવામાં આવ્યા હતા. 2003 માં સુપ્રિમ કોર્ટે સીબીઆઈને તપાસના આદેશ આપ્યા. 2007 માં સીબીઆઈએ ચાર્જશીટમાં માયાવતી અને નસીમુદ્દીન સિદ્દીકી સામે જાસૂસીનો ગંભીર આરોપ લગાવ્યા. બાદમાં જેવા માયાવતી સત્તામાં પાછા આવ્યા કે તત્કાલિન રાજ્યપાલ ટીવી રાજેશ્વરે આ કેસની પરવાનગી આપવાની મનાઈ કરી દીધી અને સીબીઆઈની વિશેષ અદાલતમાંથી ચાલતી કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ.

English summary
Mayawati gets relief from High Court, dismissed petition in land acquisition case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X