For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમ અને લાલૂ માટે સત્તા સર્વોપરિ છે, મારા માટે સન્માન: માયાવતી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitish-lalu-mayawati
નવી દિલ્હી, 13 ઓગષ્ટ: મુલાયમ સિંહ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનના પ્રશ્નના જવાબમાં બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ આજે (બુધવારે) કહ્યું કે મુલાયમ સિંહ યાદવ સાથે હાથ મિલાવવાનો પ્રશ્ન ઉદભવો જ નથી, સાથે જ તેમણે કહ્યું કે, 'મુલાયમ અને લાલૂ માટે સત્તા સર્વોપરિ હશે, મારા માટે સન્માન.'

આ પહેલાં આજે જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે જો આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ સપા અને બસપા બચ્ચે મધ્યસ્થતા કરે તો માયાવતી સાથે હાથ મિલાવવામાં તેમને કોઇ પરેશાની નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે બિહારમાં એક રેલી દરમિયાન જ્યારે લાલૂ પ્રસાદ અને નીતિશ 20 વર્ષ બાદ એક મંચ પર આવ્યા હતા ત્યારે લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે બિહારમાં આરજેડી અને જેડીયૂના તર્જ પર ઉત્તર પ્રદેશમાં માયાવતી અને મુલાયમને પણ હાથ મિલાવી ભાજપના વિરૂદ્ધ લડવું જોઇએ. જો કે તે સમયે બંને પક્ષોએ લાલૂ પ્રસાદની આ અપીલને નકારી કાઢી હતી. બંને પક્ષોના નેતાઓએ કહ્યું હતું કે તે પ્રદેશ જ નહી રાષ્ટ્રીય સ્તર પર પણ પરસ્પર ગઠબંધન કરશે નહી.

English summary
In a very strong rebuttal to Samjawadi Party (SP) chief Mulayam Singh Yadav's offer for an alliance with her party in Uttar Pradesh to defeat communal forces, BSP chief Mayawati on Wednesday ruled out the possibility of an alliance with the former and accused him of colluding with the communal forces.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X