કર્ણાટકમાં માયાવતીના હેલિકોપ્ટર તપાસાયુ, BSP લાલઘુમ

જાણકારી અનુસાર શનિવારએ માયાવતી કર્ણાટકના ગેવરગીમાં એક રેલીને સંબોધિત કરવા જઇ રહ્યાં હતા. કર્ણાટકના ગુલબર્ગ સુધી તે હેલિકોપ્ટરમાં પહોંચ્યા અને ત્યાંથી તે કારમાં ગેવરગી જઇ રહ્યાં હતા. ગુલબર્ગમાં જ પોલસ કર્મીઓએ માયાવતીના હેલિકોપ્ટરની તપાસણી કરી હતી, તેમની કારની પણ તપાસણી કરવામાં આવી હતી. તપાસ ચાલી રહી હતી તે સમયે માયાવતી સાથે સતીશ ચંદ્ર મિશ્રા પણ ઉપસ્થિત હતા.
તપાસણી બાદ માયાવતી પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ગેવરગીમાં રેલી સંબોધિત કરવા ગયા, પરંતુ બસપાના લોકો આ તપાસણીથી ભડક્યા છે. તેમનું કહેવુ છે કે આ તેમના નેતાઓની આ રીતે તપાસ કરવામાં આવવી એ આખી પાર્ટીનું અપમાન છે. કર્ણાટકમાં બસપા નેતાઓએ પ્રશ્ન કર્યો કે શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ આ રીતે તપાસ કરવામાં આવ છે? તેમણે કહ્યું કે આ વાતને જોર શોરથી ઉઠાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
